કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા દ્વારા બજાર હાટ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

June 1, 2022
ગરવી તાકાત કાંકરેજ :  પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ બહુચર માતાજીના  મંદિર  પાસે થરા નગરપાલિકા ની જમીન સર્વે નંબર 239 પર માં  જિલ્લા પંચાયત ના આયોજન માંથી રૂપિયા દસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતા થરા નગરપાલિકા પ્રમુખ  અને નગરપાલિકા ના કોર્પોરેટરો દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં શાસ્ત્રો મુજબ સ્થળ પર પહોંચી ને વિધિવત પૂજા અર્ચના કરી ને દસ થી પંદર જેટલી દુકાનો બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી
ત્યારે પ્રમુખ શ્રી એ જણાવ્યું હતું કે થરા નગરપાલિકા દ્વારા નાના નાના વેપારીઓને ટોકન ભાડે આપી ને પગભર કરવા માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે વધુમાં કે કાંકરેજ ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા ની સૂચના પ્રમાણે સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે અને અમે લોકો મંત્રી શ્રી નો આભાર વ્યક્ત કરી એ છીએ. આમ થરા નગરપાલિકા દ્વારા બજાર હાટ નું ખાતમુહૂર્ત કરવામાં આવતા વેપારીઓ માં આનંદ ની લાગણી ફેલાઇ હતી ( પૃથ્વીરાજસિંહ વાઘેલા થરા નગરપાલિકા પ્રમુખ )
તસવિર અને અહેવાલ :  માનસિંહ ચૌહાણ કાંકરેજ 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0