થરાદ-ધાનેરા રોડ ઉપર 4 શખ્સોનો જીઆરડી જવાન પર હુમલો કરતાં ચકચાર મચી ગઇ

May 30, 2022

— જુની અદાવતમાં તિક્ષ્ણ હથિયારો વડે ઇજાઓ પહોંચાડી હુમલા ખોરો ફરાર થઈ ગયા હતા :

ગરવી તાકાત પાલનપુર : વાવ તાલુકાના ટડાવ ગામે જુની અદાવતમાં કારમાં આવેલા ચાર જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે વાવ પોલીસ સ્ટેશનના જીઆરડી સભ્ય પર ઓચીંતો હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત જીઆરડી સભ્યને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

વાવ તાલુકાના ગલાભાઈ રાવતાભાઈ પરમાર ખાનગી વાહન ચલાવી અને વાવ પોલીસ મથકમાં જીઆરડી સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે.જૂના કેસમાં હાઈકોર્ટમાથી  સ્ટે લાવવા બાબતે મનદુખ રાખી જીઆરડી સભ્યને  હિતેશ મૂળા પારગી રહે ટડાવ , અરવિંદ મૂળા પારેગી  રહે ટડાવ ,મૂળા ઉમા  પારેગી રહે ટડાવ તેમજ એક અન્ય શખ્સ દ્વારા હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી. તેમજ ગલાભાઇ પીકઅપ ડાલું લઇને થરાદ-ધાનેરા રોડ ઉપર જઇ રહ્યા હતા.

ત્યારે એકા એક ડાલાની આગળ કાર લઇને આવેલા ચાર શખ્સોએ ડાલાને ઉભુ રખાવી ગલાભાઇને ડાલામાંથી નિચે ઉતારીને તિક્ષ્ણ હથિયાર વડે માથાના અને હાથ પગના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. તેવામાં આસપાસના લોકો દોડી આવતા કારમાં આવેલા ચાર શખ્સો ત્યાથી ભાગી છુટયા હતા. બાદમાં ૧૦૮ દ્વારા ઇજાગ્રસ્તને  થરાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થ પાલનપુર લઇ જવામાં આવ્યા હતા. બાદમાં હુમલા ખોર ચાર શખ્સો વિરૃધ્ધ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0