ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના ગુંજા ગામમાં રહેતી 12 વર્ષીય સગીરા ઘરેથી પરિવારને કંઇપણ કહ્યા વગર નીકળી જતાં ભારે શોધખોળ બાદ પણ સગીરાની ભાળ ન મળતાં તેણીના પરિવારજનોએ આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાનો ફોન સ્વીચ ઓફ આવતાં પરિવારમાં ભયનો માહોલ છવાયો છે.
તાલુકાના ગુંજા ગામમાં રહેતી ગત 14 મેના રોજ 12 વર્ષીય સગીરાના પિતા મજૂરી કામ અર્થે ગયા હતા જ્યારે માતા કામકાજમાં વ્યસ્ત હતી. તે દરમિયાન સગીરા બપોરે ઘરેથી કોઇને પણ કહ્યા વગર નીકળી હતી જે માંડી સાંજ સુધી પરત ન ફરતાં તેણીના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
જ્યાં સગાં-સબંધીઓને ત્યાં ભારે શોધખોળ બાદ પણ સગીરાની ભાળ મળી આવી ન હતી જ્યાં તેઓ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોવાથી ગભરાઇ ગયેલા પરિવારજનો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


