ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના જગાણા ગામ નજીક હાઇવે પર અમદાવાદથી શાકભાજી ભરીને પાલનપુર તરફ આવી રહેલ એક ગાડી અગમ્ય કારણોસર પલ્ટી ખાઈ જતા અફરા તફરી મચી હતી. હાઈવે નજીક ગાડીનું ટાયર અચાનક ફાટતાં ગાડીના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી જેથી હાઈવે પર ગાડીમાં ભરેલ શાકભાજી નો ખડકલો થયો હતો. જોકે ઘટનામાં ગાડીના ચાલકનો બચાવ થયો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


