ગરવી તાકાત પાલનપુર : આજરોજ તારીખ 14/5/2022 ના રોજ સવારે લગભગ 11:00 વાગ્યાના સમયગાળા મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- દાંતીવાડા ખાતેથી 108 માં એક કોલ આવે છે અને તાત્કાલિક દાંતીવાડા સ્થિત 108 એમ્બ્યુલન્સ કેશ માટે નીકળી જાય છે. જ્યારે 108 એમ્બ્યુલન્સ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચે છે ત્યારે લગભગ 8 વર્ષની એક બાળકીને ખેંચ આવી રહી હતી.
મળેલ માહિતી મુજબ બાળકીને હિટ સ્ટ્રોક ના લીધે ખેંચ આવતી હતી. 108 એમ્બ્યુલન્સ દાંતીવાડા નાં ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન મેહુલભાઈ બાજગ તથા પાઇલોટ દલપતભાઈ દેવડા સ્થળ પર પહોંચ્યા ત્યારે બાળકી ને ખેંચ ચાલુ હતી. દાંતીવાડા પીએચસીમાં પ્રાથમીક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ડીસા ખાતે હોસ્પિટલ માટે રીફર કરવામાં આવી હતી. મેહુલભાઈ અને દલપતભાઈ તાત્કાલિક બાળકીને એમ્બ્યુલન્સમાં લઈને ડીસા લઈ જવા રવાના થાય છે.
બાળકી બેભાન અવસ્થામાં હોવાથી તથા કેસની ગંભીરતા ખુબજ વધારે હોવાથી 108 એમ્બ્યુલન્સના EMT મેહુલભાઈ એ 108 અમદાવાદ ઓફીસ સ્થિત ફિજીશિયન ડૉકટર સાથે ઈસીઆરપીમાં સલાહ સુચન કરે છે અને તેમની સલાહ મુજબ બાળકીને ઇન્જેક્શન મિડાઝોલમ ઈન્જેકશન આપે છે અને બીવીએમ તથા ઓક્સિજન આપે છે અને સાથે જ કોલ્ડ સ્પોન્જીન્ગ આપે છે. યોગ્ય સારવારના પરિણામે બાળકી રસ્તામાં જ ભાનમાં આવવા લાગે છે અને તેણીનું જીવન બચી જાય તેવી સ્થિતિ આવે છે. બાળકીના માતા-પિતા આ જોઈને ખુશ થાય છે અને 108 ની ટિમ નો આભાર માનવા લાગે છે. આમ પરિવારમાં ફરીથી 108 એમ્બ્યુલન્સ ની સેવાના લીધે ખુશીઓ ફેલાય છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


