મેડાઆદરજ રસ્તા ઉપરથી ના જવાના બાબતે બોલાચાલી થતાં યુવાન ને માથા ના ભાગે ધારિયું ના ધા ઝીંકાયા

May 16, 2022

— મેડાઆદરજ  ચાવડાવાસ માં આ રસ્તા ઉપરથી ન જવા બાબતે બોલાચાલી થતાં કપાળ ના ઉપરના ભાગે ધારિયું ના ધા ઝીંકાયા :

ગરવી તાકાત મહેસાણા : મેડાઆદરજ  ચાવડાવાસ રહેતા રાજુભાઇ ગાંડાભાઈ ઝેણાભાઈ ઘરે હાજર હતા તે દરમ્યાન તેમના ભત્રીજા રાકેશભાઈ ને અમારાં ગામના ચાવડા સુરેશભાઈ સાથે રસ્તા બાબતે બોલાચાલી થતા તેમના ભાઈ નટવરભાઈ તથા ભત્રીજો રાકેશ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધવા
માટે ગયેલ તે સમયે હું મારા ઘરે હતો ત્યારે મારા ઘરે સુરેશભાઈ સોમાભાઈ હાથમાં ધારિયું તથા યોગેન્દ્રભાઇ રજનીભાઇ હાથમાં લાકડી તથા યગનેશભાઈ હાથમાં લાકડી લઈ,રોનક હસમુખભાઈ ઘરે આવેલ ને હુમલો કરેલ અને જેમાં સુરેશભાઇ તેમના હાથ માં રહેલ ધારિયું માથા ના ભાગ ઉપર મારેલ અને ત્યાં બેભાન થઈ ગયેલ અને મારી પત્ની સરોજબેન તથા તેમના ભત્રીજા રાકેશભાઈ છોડાવવા માટે આવતાં તેમની પત્ની ને પણ ગડદા પાટું નો માર મારેલ અને ગાળાગાળી કરવા લાગેલ તથા ચાવડા રોનકભાઈ હસમુખભાઈ કહેવા લાગેલ
કે આજે તું બચી ગયો પણ હવેથી આ રસ્તા બાબતે બીજીવાર બોલાચાલી કરીશ તો જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપી ને ભાગી ગયા હતા. માથા ના ભાગે ધારિયું મારતા ઈજાઓ પહોંચતા તેમના ભત્રીજા રાકેશ એ 108 એમ્બ્યુલન્સ ના મારફતે કડી માં આવેલ ભાગ્યોદય હોસ્પીટલ ખાતે સારવાર માટે લાવેલ અને ફરિયાદીએ ચારેય ઇસમો સામે ગુન્હો નોંધી ને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0