કડી પોલીસે શહેરના કસાઈ વાડાના નાકે થી વરલી મટકાના બે જુગારીઓ ને ઝડપી પાડ્યા :- નામચીન અને મોટા ગજાના બૂટલેગરો અને જુગારીઓ સામે ડરતી કડી પોલીસે પંટરો ને ઉઠાવી છાતી ફુલાવીે

May 16, 2022

— કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા કસાઈવાડા ના નાકે થી વરલી મટકાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા :- હજી ત્રણ ફરાર :

— બે આરોપીઓ પાસેથી જુગાર રમવાના સાહિત્ય સહિત 10,660 ની રોકડ રકમ અને બે મોબાઈલ સહિત રું.15,660 નો મુદ્દામાલ જપ્ત કર્યો :

ગરવી તાકાત મહેસાણા : કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા કસાઈવાડા ના નાકે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને કડી પોલીસે ઝડપી લીધા છે.પોલીસે ઝડપાયેલા બે આરોપીઓ અને જુગાર માં ભાગીદારી ધરાવતા બીજા ત્રણ ઈસમો મળી કુલ પાંચ ઈસમો સામે જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ઝડપાયેલા બન્ને ઈસમો પાસે થી રોકડ રકમ,મોબાઈલ અને જુગાર રમવાના સાહિત્ય સહિત રું.15,660 જેટલી રકમ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
કેટલાક સમય થી કડી શહેરમાં દારૂ અને જુગાર ની બદીમાં વધારો જોવા મળ્યો છે.પૂર્વ જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજ સિંહ ગોહિલ ના તાબામાં જુગારીઓ અને બૂટલેગરો ઉપર જેટલો ખોફ હતો એટલો નવા જિલ્લા પોલીસ વડા ના તાબામાં રહ્યો નહિ હોવાનો પ્રબુદ્ધ નાગરિકો માં મત પ્રવર્તી રહ્યો છે.
ડો.પાર્થરાજસિંહ ગોહિલ ની બદલી થતાં બૂટલેગરો અને જુગારધામ ચલાવતા સંચાલકો જેવા ગેરકાયદેસર ધંધાઓ કરતા અસામાજીક તત્વો મ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે જેનું દ્રષ્ટાંત કડી શહેરમાં જ જોવા મળી રહ્યું છે.પોલીસ કામગીરી બતાવવા મોટા જુગારીયાઓ અને બૂટલેગરો ને છાવરી તેમના પગારદાર પંટર ને ઝડપી કાર્યવાહી નો સંતોષ માણી રહી છે.
કડી શહેરમાં ગલીએ ગલીએ અને સોસાયટીના નાકે નાકે બૂટલેગરો જુગારીયાઓ અને ક્રિકેટ બેટિંગ ના સટોડિયા નો અડ્ડો જોવા મળે છે.શહેરમાં જુગાર રમવા માટે ગાડી મોકલવામાં આવે છે અને તેમને પોલીસ ની ફૂલ ગેરંટી પણ આપવામાં આવે છે તેવી રીતે વિદેશી દારૂ ની હોમ ડિલિવરી છેક ઘેર અડધો કલાક માં મળી જાય છે જેના ઉપર કડી પોલીસ કોઈ એક્શન લેતી નથી કેમ કે તે બધા ધંધા માં મોટા હાથીઓના છે અને તેઓ નિયમિત પણે વ્યવહાર દ્વારા કડી પોલીસને ખુશ કરી દે છે પરંતુ પોલીસ સમયાંતરે જિલ્લા પોલીસ વડાને સૂચના થી કાર્યવાહી બતાવવા નાના નાના જુગારી ,બૂટલેગરો ને ઝડપી પાડી મોટા હાથીઓને બચાવી લે છે.
શહેરમાં ઠેર ઠેર દારૂ અને જુગાર ના અડ્ડા ચાલે છે પરંતુ પોલીસ ત્યાં જઈ શકતી નથી તેનું કારણ શું એ તો પોલીસ જ આપી શકે પરંતુ મોટા હાથીઓને વેપાર બરાબર ચાલે તે માટે જુગાર અને દારૂનો છૂટક ધંધો કરતા તત્વો ને ડરાવી તેમને પકડી પાડે છે.અમે ગેરકાયદેસર ધંધો કરતા નાના કે મોટા કોઈ વેપારીને સહયોગ નથી આપતા પરંતુ કડી પોલીસને મોટા જુગારી કે બૂટલેગરો અને ક્રિકેટ ના સટોડિયા કેમ દેખાતા નથી તે એક જાણવલાયક વિષય છે.
કડી પોલીસે કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા કસાઈવાદા ના નાકે ખુલ્લામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે રેડ કરી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને સાહિત્ય,મોબાઈલ અને રોકડ રકમ સાથે ઝડપી પાડયા હતા.પોલીસ પૂછપરછ માં તેઓ વરલી મટકાનો જુગાર ઉપર લખાવતા હોવાનું તેમજ તેમાં બીજા ભાગીદાર હોવાનું ખુલતા બીજા ત્રણ ઈસમો સામે પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

— ઝડપાયેલા આરોપીઓ :

(1) ઇસ્માઇલ બાદરખા ખોખર રહે.

(2) ફિરોજ ખાન બિસ્મિલ્લા ખાન ખોખર બન્ને રહે.કડી

— ફરાર આરોપીઓ :

(1) કિર્તીભાઇ બાબુભાઈ ઉર્ફે રમેશચંદ્ર પટેલ રહે.કાત્રોડી, તા.દેત્રોજ, જી.અમદાવાદ

(2) સમીરભાઈ બચુભાઈ એડીવાળા રહે કરણનગર રોડ,કડી

(3) કૌશલ પુરુષોત્તમભાઈ પટેલ રહે.મોટો કોથારીવાસ ,કડી

તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0