રોહિત સમાજ સમાલ ગોળ પરગણા ના કુમાર કન્યા છાત્રાલય નું ભૂમિ પૂજન કરાયું..

May 11, 2022

— ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું :

— સમાજ ના છાત્રાલય તેમજ વાડી માટે રૂપિયા 2 કરોડ થી વધારે નું યોગદાન સમાજ ના લોકોએ આપ્યુ હતું :

ગરવી તાકાત  પાટણ  : પાટણ વાડા રોહિત સમાજ ની કુમાર અને કન્યા છાત્રાલય નું ભૂમિ પૂજન ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હસ્તે કરવામાં આવ્યું.આ ભૂમિ પૂજન માં ભારતીય જનતા પાર્ટીના સાંસદો દ્વારા કુલ રૂપિયા 90 લાખ નું યોગદાન છાત્રાલય ના બાંધકામ આપ્યું છે.જે માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રુપિયા 15 લાખ નું યોગદાન આપ્યું હતું.તેમજ જીઆઇડીસીના પૂર્વ ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતે રુપિયા 11 લાખ યોગદાન આપ્યું હતું
સાથે પ્રસંગ માં દરેક સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી છાત્રાલય ના બાંધકામ માટે મોટું યોગદાન આપ્યું હતું.આ પ્રસંગે મુખ્ય મહેમાન માં શ્રીમાન દિનેશ અનાવડિયા.રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર રજનીભાઈ પટેલ.કે.સી પટેલ.પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિ બેન મકવાણા.દશરથજી ઠાકોર.નંદાજી ઠાકોર.રણછોડભાઇ રબારી ગૌરીબેન સોલંકી.સમાજ ના પ્રમુખશ્રી રામજીભાઈ.અમૃતભાઈ પરમાર અશોકભાઈ પરમાર તેમજ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે શિહોરી 3 રસ્તા પાસે સમાલ ગોળ રોહિત સમાજ વાડી માટે ની જમીન આવેલી છે.
તે જમીન ઉપર સમાજના બાળકો ને અભ્યાસ કરવા નું નજીક મા સ્થળ મળી રહે તે હેતુ થી કુમાર અને કન્યા છાત્રાલય બનાવવાનું તેમજ જમીન ઉપર સમાજના સામાજિક પ્રસંગ થાય તે માટે વર્ષો પૂર્વે ગામડે ગામડે રથ ફર્યો હતો.તેમા સમાજ ગોળ પરગણા માં થી લોકોએ કરોડો રૂપિયાનું યોગદાન સમાજ ના આ કાર્ય માટે આપેલું છે.તે પણ આ પ્રસંગે બિરદાવવા ને પાત્ર છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — સરસ્વતી પાટણ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0