અપહરણ અને બળાત્કારના ગુનામાં ફરાર આરોપીને વડનગરથી પોલીસે દબોચ્ચ્યો

May 11, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં પેરોલ ફ્લો તથા વચગાળાના જામીન પર છૂટેલા ફરાર આરોપીઓને પકડવા અંગેની મહેસાણા પેરોલ ફ્લો ટીમ કામગીરી દરમિયાન વિસનગર તાલુકા પોલીસ મથકમાં અપહરણ અને બળાત્કારના ગુનામાં 8 માસથી ફરાર આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યો

વિસનગર તાલુકા પોલીસ મથકમાં 8 માસ અગાઉ અપહરણ અને બળાત્કારના ગુનામાં વડનગરના ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસનો આરોપી છેલ્લા 8 માસથી ફરાર હોઈ પોલીસ તેણે શોધી રહી હતી. આ કેસ મામલે મહેસાણા પેરોલ ફ્લો ટીમને બાતમી મળી હતી

કે, આ કેસનો આરોપી ઠાકોર મિતેષ વડનગરમાં આવેલા રાજહંસ ગેસ્ટ હાઉસ નીચે ઉભો છે. બાતમી આધારે મહેસાણા પેરોલ ફ્લોની ટીમે વડનગર જઈને આરોપીને દબોચી લીધો હતો અને તેણે ઝડપી વધુ કાર્યવાહી માટે વિસનગર તાલુકા પોલીસને સોંપ્યો હતો.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય – મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0