અખાત્રીજ : બનાસકાંઠા જિલ્લામાં વહેલી પરોઢે બળદોને હળ જોડી ખેડૂતોએ અખાત્રીજનું મુહુર્ત સાચવ્યું

May 4, 2022

— વર્તમાન સમયમાં હળની સંખ્યા ઘટતા ખેડૂતો સવેડુ, કળીયુ, ટ્રેક્ટર જેવા સાધનોનું મૂહૂર્ત કરવામાં આવ્યું :

ગરવી તાકાત પાલનપુર : આજે અખાત્રીજ- અક્ષય તૃતીયા ખેડૂતો માટે નવું વર્ષ ગણાય છે. ખેતીના નૂતન વર્ષ સમાન અખાત્રીજના દિવસે વહેલી પરોઢે ખેડૂત પરિવારના વડીલ સભ્ય દ્વારા હળ જોડી ખેતીકાર્યનું મૂહૂર્ત કાર્ય કરે છે. પણ હાલ વર્તમાન સમયમાં હળની સંખ્યા ઘટતા ખેડૂતો સવેડુ, કળીયુ, ટ્રેક્ટર જેવા સાધનોનું મૂહૂર્ત કરે છે. એક તરફ યંત્ર યુગ અને બીજી તરફ પરંપરાને જોઈને આજે ખેડૂતોએ હર્ષભેર પૂજા અર્ચના કરી મુહૂર્ત સાચવ્યું હતું.
આ દિવસે હળોતરાનું મહત્વ રહેલું છે. અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ખેડૂતો હળોતરા કરે છે. આ દિવસ એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે વણ જોયુ શુભમુર્હૂત ગણાય છે. જ્યારે ક્ષેત્રપાલ પ્રાકૃતિક દેવ હોવાથી તેમને પૂજા-નૈવેદ્ય ધરાવવાથી પણ અન્ન ઉત્પાદન અને પશુઆરોગ્ય સારું રહે છે. લગ્ન સિવાય અન્યત્ર શુભકામો માટે અક્ષય તૃતીયા શુભ રહે છે. આ દિવસે ખેડૂતોએ ખેતરમાં જઇ નિર્ધારિત દિશા તરફ ઉભા રહી ધરતીમાતાનું પૂજન કરે છે.
હળ-ટ્રેકટર ગાડું – બળદની પૂજા કરે છે. પરિવાર સાથે ક્ષેત્રપાલ દેવને કંસાર ખીચડો અર્પણ કરી પરિવાર સાથે ખેતરમાં ભોજન લઇ અને ક્ષેત્રપાલ પ્રાકૃતિક દેવ હોઇ પૂજા નૈવધ ધરાવવાથી અન્ન ઉત્પાદન, પશુઆરોગ્ય સારૂ રહે છે. અક્ષયતૃતીયાએ હળ-બળદની પૂજા કરી હળોતરાનું શુભમુર્હૂત ખેડૂતો સાચવતા જોવા મળ્યા હતા.

 — લોકોએ દાગીના અને વાહનોની પણ ખરીદી કરી :

ભારતીય સંસ્કૃતિમાં સર્વ શ્રેષ્ઠ મનાતા આજના અખાત્રીજના પવિત્ર દિવસે લગ્ન કરવા સહિતના પુણ્ય કાર્ય શુભ કાર્યો તેમજ સોનું-ચાંદી ખરીદવા માટે ઉત્તમ માનવામાં આવે છે. અખાત્રીજના વિશેષ મુહૂર્ત જોવાનું હોતું નથી. ટુ વ્હીલર  તેમજ ફોર વ્હીલર ગાડીઓ પણ આજે ખરીદવા માટે શો રૂમ ઉપર લોકો ઉમટી પડ્યા હતા.
આજે કોઇપણ શુભ કાર્ય મુહુર્ત વગર થઈ શકે છે. આજે ચોઘડિયા મુજબ લોકોએ સોનું ખરીદ્યું હતું એટલે કે લગ્નના ઘરેણાં ખરીદ્યા હતા. તો વળી માલેતુજારો એ સોનાની લગડીઓ ખરીદી હતી આમ આજે સોના ચાંદીના બજારોમાં પણ સારા પ્રમાણમાં ઘરાકી જોવા મળી હતી
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0