સિદ્ધપુર જીઆઇડીસીના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

April 25, 2022

— બાળવિકાસ યોજના હેઠળનો આટો અને ચોખા મળી કુલ 12.21 લાખનો મુદ્દામાલ ઝડપાયો :

ગરવી તાકાત મહેસાણા :  સિદ્ધપુર મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમે હાઇવે પર આવેલ જીઆઇડીસીના એક ગોડાઉનમાં બાતમી આધારે રેડ પાડતા બાળ વિકાસ યોજના હેઠળ આપવામાં આવતો આટો ૧૨૦ કવીન્ટલ અને ચોખાના કાટ્ટાઓમાં કુલ ૪૭ કવીન્ટલના મુદ્દામાલ સાથે એક ટ્રકને કબ્જે લઈ મુદ્દમાલને સીઝ કરી વધુ તપાસ મામલતદારે હાથ ધરી છે.

સિદ્ધપુર જીઆઇડીસી માં આવેલ ૧૧૮ નંબરના ગોડાઉનમાં શ્રીમાળી અજિતકુમાર ગોવિંદભાઇ રહે સિદ્ધપુર નાઓના ગોડાઉનમાં ગઈકાલે તા. ૨૩/૦૪/૨૦૨૨ ના રોજ સિદ્ધપુર પોલીસ અને સિદ્ધપુર મામલતદારને મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા બાળવિકાસ યોજના આઈ.સી.ડી.એસ. હેઠળનો માતૃશક્તિ , પૂર્ણશક્તી , બાળશક્તિના પાઉચ માંથી આટો કાટ્ટાઓમાં રાખેલ જથ્થો જે ૧૨૦ કવીન્ટલ અને ૫૦ કિલો જેની કી. રૃ. ૧,૮૦,૭૫૦/- તેમજ ચોખાના કાટ્ટાઓમાં કુલ ૪૭ કવીન્ટલ ની કી. રૃ. ૧,૪૧,૦૦૦/- તેમજ આ કામે ઉપયોગમાં લેવામાં આવેલ ટ્રક કી.રૃ. ૯,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ ૧૨,૨૧,૭૫૦/- નો કબ્જે કરી તેને સીઝ કરવામાં આવ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0