મહેસાણાના જોટાણામાં ચેક રિટર્ન કેસમાં નાસતા ફરતા આરોપીને મહેસાણાથી દબોચ્ચ્યો

April 25, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સૂરજ ગામનો ભોપાજી ચતુરજી ઠાકોરને ચેક રિટર્નના ગુનામાં સજા થયા બાદ તે પેરોલ પર રજા લીધી હતી. જોકે, સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં તે જેલમાં હાજર ન થયો  હતો અને નાસતો ફરજો હતો. જેથી મહેસાણા પોલીસે સૂરજ ગામની સીમમાંથી આ કેદીને ઝડપી લીધો હતો.

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સૂરજ ગામનો ભોપાજી ચતુરજી ઠાકોરને ચેક રિટર્નના ગુનામાં જેલની સજા થઈ હતી. જેથી તે કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યો હતો. આ દરમિયાન તેણે જેલમાંથી પેરોલ પર રજા લીધી હતી અને બહાર આવ્યો હતો. સમય પૂર્ણ થયો હોવા છતાં તે પાછો જેલમાં હાજર થયો ન હતો અને પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો.

મહેસાણા પોલીસને બાતમી મળી હતી કે, આ કેદી હાલમાં સૂરજ ગામની સીમમાં આવેલા તેના ખેતરમાં છાપરું બનાવીને રહે છે. જેથી પોલીસે આ સ્થળ જઈને તેને દબોચી લીધો હતો. બાદમાં તેની સામે કાર્યવાહી કરીને પરત જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0