ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનના રાણીવાડથી ઝડપાયો હતો. જિલ્લામાં પેરોલ તેમજ વચગાળાના જામીન પર છૂટેલા ફરાર આરોપીઓને શોધવા માટે મહેસાણા પેરોલ ફ્લો ટીમને સૂચના મુજબ પેરોલ ફ્લો ટીમે પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીને ઝડપવા તપાસ કરી રહી હતી. આ દરમિયાન મહેસાણા તાલુકા પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી અંગે વિગતો મળતા ટીમે તેણે રાજસ્થાનથી ઝડપી લાવી હતી.
મહેસાણા એસઓજી ટીમના પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે બામતી મળી હતી કે, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભોમૈંયા પૃથ્વીસિંહ રાજસ્થાનના રાણીવાડા બજારમાં આવ્યો છે.
આ બાતમી મુજબ ટીમે રાજસ્થાનના રાણીવાડા ખાતે જઇ વોચ ગોઠવી બાતમીદારો ઉભા કર્યા હતા. જે બાદ આરોપીને રાજસ્થાનના રાણીવાડા ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. બાદમાં સ્થાનિક પોલીસ મથકમાં નોંધ કરાવી આરોપીને મહેસાણા ખાતે લાવી તાલુકા પોલીસને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા


