— ચૈત્રી નવરાત્રી પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજી માં અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા :
ગરવી તાકાત પાલનપુર : હિન્દુઓના નવા વર્ષ સમાં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ ચૈત્રી નવરાત્રિ પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજી માં અંબાના દર્શન કરવા ઉમટ્યા છે. આજે અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.

આજે ચૈત્રી નવરાત્રી પર્વનો પ્રારંભ તા મોટી સંખ્યામાં લોકોમાં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. દૂરદૂરથી નવરાત્રિ નિમિત્તે આવેલા ભકતોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભક્તોની ભીડ વચ્ચે પણ માં અંબાના દર્શન થતાં ભાવિકોએ મંદિર ટ્રસ્ટના આયોજકનો આભાર માન્યો હતો.
ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી. દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવી. જેમાં મંદિરના વહીવટદાર અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા. ઘટ સ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે.જોકે આજે અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


