— પોલીસે દારૂના જથ્થા અને કાર સાથે રૂ.6.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો :
ગરવી તાકાત પાટણ : હારીજના સોમનાથ નગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂ સંતાડાયેલો હોવાની બાતમી આધરે હારીજ પોલીસે રેઈડ કરી હતી,જે રેડ દરમિયાન પોલીસને રહેણાંક મકાન અને ઘર આગણ પાર્ક કરેલી ગાડીમાંથી વિદેશી દારૂની ૧૨૮૯ બોટલ મળી આવી હતી. જે અંગે પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હારીજ શહેરમાં આવેલા સોમનાથ નગર વિસ્તારના નરશીજી મેઘાજી ઠાકોરના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી આધારે રાધનપુર ડી વાય એસ પી વાધેલા, હારીજ પી એસ આઇ. જે. આર શુકલા સહીત પોલીસ સ્ટાફે બાતમી વાળા સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી.
જે તપાસ દરમિયાન રહેણાક મકાનમાં તેમજ ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડ નો વિદેશી દારૂની બોટલ નંગ 1289 જેની કિંમત રૂ 1.29.745 નંબર પ્લેટ વગરની ગાડી કિંમત.5 લાખ સહીત 6.54.745 મુદ્દામાલ સહિત નરશીજી મેઘાજી ઠાકોર, ઇશ્વરજી મેઘાજી ઠાકોર વિરૂદ્ધ પ્રોહિ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તસવિર અને આહેવાલ : પરમાર ભુરાભાઈ — સરસ્વતી પાટણ


