કડીના વડવાળા હનુમાનજી મંદિર પાસે રેલવે ફાટકે ટ્રાફિક જામ થતા જનતા પરેશાન

March 17, 2022

ગરવી તાકાત મહેસાણા : કડી શહેરના વડવાળા હનુમાનજી મંદિર પાસે રેલવે ફાટક પાસે બુધવારે સવારે ટ્રાફિક જામ થઈ જતા વિધાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ ઉઠ્યા હતા.હાલમા પરીક્ષાના ટેન્શન સાથે વિધાર્થી કે વાલી શાળાએ પહોંચવામાં ભારે હૈયે ઉતાવળા હોય છે.

શહેરના વડવાળા હનુમાનજી મંદિર પાસે નુ રેલવે ફાટક સાંકડુ હોવાના કારણે રોજ બરોજ ભારે માલ વાહક ટ્રક ટેન્કર ટ્રેલર જેવા વાહનોની અવર જવરને કારણે ટ્રાફિક જામ થઈ જતા ભારે હાલાકી પડી રહી છે. બુધવારે સવારે ટ્રાફિક જામ થઈ જતા સ્કૂલવાન, વાલી, વિદ્યાર્થીઓ સહિતના વાહનો અટવાઈ જતા વિધાર્થીઓ ભારે ઉચાટમા આવી ગયા હતા.પરીક્ષા સમયે ટ્રાફિક જામના કારણે વિધાર્થીઓ પર માનસિક વિપરીત અસર વર્તાઈ રહી છે.

તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0