બનાસકાંઠા મર્કેન્ટાઇલ બેન્કના એટીએમમાંથી ચોરી કરી ફરાર થયેલા ત્રણ ઝડપાયા

March 11, 2022

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર ધી બનાસકાંઠા મર્કેન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકની પાલનપુર શાખાના એટીએમમાંથી છેતરપીંડીથી યેનકેન પ્રકારે પૈસા ઉપાડી વર્ના કારમાં નાસી ગયેલા ત્રણ શખ્સોને ગણતરીના કલાકોમાં અમીરગઢ પોલીસે ઝડપી પાડયા છે. અમીરગઢ પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢ પોલીસને પોલીસ કન્ટ્રોલ રૃમ પાલનપુર તરફથી એક કારમાં ત્રણ ઇસમો પાલનપુરની બનાસકાંઠા મર્કેન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્કના એટીએમમાંથી છેતરપીંડીથી યેનકેન પ્રકારે પૈસા ઉપાડી આબુરોડ હાઇવે તરફ ભાગ્યા હોવાની માહિતી મળી હતી.

જેના પગલે અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ ઉપર તથા અલગ અલગ પોઇન્ટો ઉપર પોલીસે નાકાબંધી ગોઠવી હતી.આ દરમિયાન ઉપરોક્ત શંકાસ્પદ ગાડીના ચાલકે  નાકાબંધી જોઇ પરત પાલનપુર તરફ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી સતર્કતા દાખવી અમીરગઢ પોલીસે ગાડીનો પીછે કરી ત્રણ ઇસમોને ઝડપી પાડયા હતા.

તેમજ આ ઘટના બાબતે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હોવાથી આગળની કાર્યવાહી માટે સોપવામાં આવ્યા હતા.આ ઈસમોએ  જિલ્લાના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એટીએમમાં પણ આવી રીતે અનેકવાર ગુનાઓ આચર્યા હોવાનું કબૂલ્યું હતું. જે બાબતે પણ ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે અમીરગઢ પોલીસે હાલમાં પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનને આરોપીઓને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

— અન્ય વિસ્તારોના એટીએમમાંથી રૃપિયા ચોર્યા હોવાનું કબુલ્યું: 

બનાસકાંઠા જિલ્લાના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છ્સ્માં પણ આવી રીતે અનેકવાર ગુનાઓ આચર્યા હોવાનું આરોપીઓએ કબૂલ્યું હતું જે બાબતે પણ ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે અમીરગઢ પોલીસે હાલમાં પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનને આરોપીઓને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તસ્વીર અને અહેવાલ :  જયંતિ મેટિયા– પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0