ગુજરાતી ફિલ્મો માટેનો સૌથી લોકપ્રિય એવોર્ડ “GIFA-૨૦૨૧” આગામી ૨૦ માર્ચે યોજાશે

March 9, 2022

ગરવી તાકાત અમદાવાદ: ગુજરાતી ફિલ્મો માટે નો ભારત નો સૌથી મોટો ગુજરાતી ફિલ્મ એવોર્ડ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ- જીફા દર વર્ષે સફળતાપૂર્વક યોજાતો હોય છે.

GIFA ના પ્રેસિડેન્ટ શ્રી હેતલ ઠક્કરે આગામી GIFA -૨૦૨૧ એવોર્ડ શો અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ વર્ષે કોરોના જેવી મહામારીમાં પણ મનોરંજનની દુનિયાને જાળવી રાખવા જે ફિલ્મો અને કલાકારોએ મનોરંજન પીરસ્યું છે તેમના માટે અમને ગર્વની લાગણી છે અને માટે જ તેમને બિરદાવવા અત્યંત જરૂરી છે.

ગુજરાતી સિનેમા એક હરણફાળ ભરવા સાથે ગુજરાત ટુરિઝમ પ્રેઝન્ટ “જીફા ૨૦૨૧” આગામી તારીખ ૨૦ માર્ચ, રવિવાર, સાંજે ૬:૦૦ વાગ્યે નારાયણી રિસોર્ટ એન્ડ હોટલ – અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે.

ગૂજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરતો એવોર્ડ એટલે જીફા. પાછલાં ઘણા વર્ષોથી સત્તત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નવા-જુના કલાકારો અને ફિલ્મોને એવોર્ડરૂપી પ્રોત્સાહન આપતો આ એવોર્ડ ટુંક સમયમાં જ સૌથી લોકપ્રિય બની ગયો છે. ગુજરાતી સિનેમાની સતત વધતી હરણફાળ અને જીફા એ બંને એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ રિલીઝ થયેલી ફિલ્મો અને કલાકારોને જીફામાં પ્રોત્સાહિત કરવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ થશે જાજરમાન જલસો જિફા એટલે એવોર્ડ્સની રંગીન સાંજની ઉજવણી. તો થઈ જાવ તૈયા જીફા-૨૦૨૧ માટે

જીફાને હવે કોઈ અન્ય વિશેષણની જરૂર નથી. ગુજરાતી ફિલ્મો મા ટે ગુજરાતી કલાકારો અને હવે તો હિન્દી કલાકારોને પણ જેમણે ગુજરાતી ફિલ્મોમાં યથાયોગ્ય યોગદાન આપેલું હોય તેમને તેમના કામની પ્રશંસા રૂપ એવોર્ડ અર્પણ કરી જીફા ગુજરાતી ફિલ્મોને આગળ ધપાવવાનું કામ કરી રહ્યું છે. ગુજરાતી ફિલ્મોને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપી રહ્યો છે આ એવોર્ડ.

જો આવી રીતે જ તેઓ ગુજરાતી ફિલ્મોના કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકો અને ટેકનીશીયનોને નવાજતા રહેશે તો ચોક્કસ અન્ય લોકો પણ ફિલ્મ બનાવવા પ્રેરાશે.

આજે હવે તો એવોર્ડને ધ્યાનમાં રાખીને ઘણી ફિલ્મો બની રહી છે જેની રાષ્ટ્રીય લેવલે ગુજરાતી ફિલ્મો ચાલી રહી છે અને એવોર્ડ મેળવે છે. દિગ્દર્શકો એવી સ્ટોરી શોધી રહ્યા હોય છે જેને વિશ્વફલક સુધી લઇ જઈ શકે. પરંતુ ઘણા કારણોસર તે શક્ય નથી બની શકતું. તે પણ થોડા સમયમાં હવે એ પણ સરળ બનશે એમ લાગી રહ્યું છે.

જે રીતે સરકાર તરફથી મળતી સબસીડી ગુજરાતી ફિલ્મોની જીવાદોરી છે. એમ એવોર્ડ પણ ફિલ્મોને આગળ લાવવા માટેના પ્રયત્ન જ છે. એટલે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરી આગળ લાવવા જીફા સત્તત પ્રયત્નશીલ છે. આથી આપ સૌ સાથે ખાસ જાહેરાત કરતા વિશેષ આનંદની લાગણી અનુભવીએ છીએ કે, આ વર્ષે જીફા -૨૦૨૧ આગામી ૨૦ માર્ચ રવિવાર સાંજે ૬:૦૦ વાગ્યે નારાયણી રિસોર્ટ એન્ડ હોટલ – અમદાવાદ ખાતે યોજવાનો છે

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0