મહેસાણાના કસ્બા વિસ્તારમાં દબાણો મામલે રહીશોની ચીફ ઓફિસરને રજૂઆત

March 4, 2022

ગરવી તાકાત મહેસાણા:  મહેસાણા શહેરના કસ્બા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી દબાણો દૂર કરવાની રજુઆતો થતી આવી છે. આ દરમિયાન ગુરુવારે આ વિસ્તારના યુવાનોએ મહેસાણા નગરપાલિકામાં ચીફ ઓફીસર સમક્ષ ફરી રજુઆત કરી હતી. જેમાં વિસ્તારના આંબેડકર ચોકથી ભોયરાવાસ સુધી રસ્તા પૈકીના દબાણો દૂર કરવા રજુઆત થઇ હતી.

જ્યાં રહિશોની ઉપસ્થીતિમાં ચીફ ઓફીસર અલ્પેશ પટેલે ટાઉન પ્લાનરને વિસ્તારના નકશા સાથે બોલાવીને દબાણો સુનિશ્ચત કરવા પરામર્શ કર્યો હતો. અને ઓટલા વગેરે દબાણોની ચકાસણી કરી આગળની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0