ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામાં કોરોના રોકેટગતિ પર આવી ગયો છે. ત્યારે માત્ર ગણતરીના દિવસમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જ્યાં બુધવારે અને ગુરુવારે મળી કુલ 700 થી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે નવા 302 કેસ સામે આવતા જિલ્લામાં કોરોના એક્ટિવ કેસનો ગ્રાફ 2055 પર આવી ગયો છે.
ગુરુવારે જિલ્લામાં નવા 4231 સેમ્પલ લેવામાં આવ્યા છે ત્યારે હજુ પણ 4231 સેમ્પલના પરિણામ પેન્ડિગ છે જિલ્લામાં ગુરુવારે 353 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. શહેરી વિસ્તારોમાં 98 કેસ ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં 204 કેસ નોંધાયા છે.
મહેસાણા સિટીમાં ગુરુવારે 37 કેસ,ગ્રામીણમાં 16 કેસ,વિસનગર સિટીમાં 16 અને ગ્રામ્યમાં 52 ,વડનગર સિટીમાં 9 અને ગ્રામ્યમાં 19,ખેરાલુ સિટીમાં 6 અને ગ્રામ્યમાં 16,સતલાસણા ગ્રામ્યમાં 2 કેસ, ઊંઝા સિટીમાં 8 કેસ અને ગ્રામ્યમાં 3 કેસ, વિજાપુર સિટીમાં 14 કેસ અને ગ્રામ્યમાં 34,બેચરાજી સિટીમાં 0 અને ગ્રામ્યમાં 51,જોટાણા ગ્રામ્યમાં 1 કેસ કડી સિટીમાં 8 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ મળી નવા 302 કેસ સામે આવ્યા છે.


