નાનીકડીની કેડીલા કંપની પાસેથી જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા

December 31, 2021
Kadi Police Station

પોલીસે સાત ઈસમો પાસેથી રૂ.41,150/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

નાની કડી વિસ્તારમાં આવેલ કેડીલા કંપનીની બાજુમાં આવેલ નેળિયાની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત ઇસમોને બુધવારના રોજ કડી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યા હતા.પોલીસે સાત ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાની કડી વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતો ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે નાનીકડી વિસ્તારમાં આવેલ કેડીલા કંપનીની બાજુમાં નેળિયાની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમે છે જેથી પોલીસે ખાનગી માહિતીને આધારે રેડ કરી ટોળું વળી જુગાર રમતા સાત ઇસમોને જે તે સ્થિતિમાં ઝડપી પાડ્યા હતા.પોલીસે સાત ઈસમો પાસેથી જુગાર રમવાના સાહિત્ય સાથે રૂ.41,150/- ની રોકડ રકમ જપ્ત કરી જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારી

1 – પટેલ ત્રમ્બક ભાઈ પરષોત્તમભાઈ રહે.નાની કડી શ્રીજી પેવર બ્લોક ફેકટરી મુ.રહે.સીતાપૂર,તા. બેચરાજી
2 – પટેલ બાબુભાઇ કાકુભાઈ રહે.08- અષ્ટ વિનાયક સોસા.નાની કડી, મુ.રહે.ડરણ મોરવા,તા. કડી
3 – પટેલ જીતેન્દ્ર ભાઈ રમણભાઈ રહે.7 – ચુવાળ સોસા.,તા. કડી, મુ.રહે.હાજીપૂર,તા. કલોલ
4 – પટેલ મહેન્દ્રભાઈ છગનદાસ રહે.13 – અષ્ટ વિનાયક સોસા.તા. કડી, મુ.રહે.ચુવાળ ડાંગરવા,તા. દેત્રોજ
5 – પટેલ મૌલિક વિષ્ણુભાઈ રહે.વિડજ,તા. કડી
6 – ઠાકોર ગોવિંદજી ઉર્ફે લાલો છનાજી રહે.ઇન્દીરાનગર,નાની કડી
7 -ઠાકોર ભાવેશજી ઉર્ફે ભાવો દીલાજી  રહે.10 – રામનગર સોસા.ચંદીગઢ,કડી, મુ.રહે.હઠીપુરા, તા. દેત્રોજ

જુગારની ફરીયાદ નોંધાયાના ગણતરીના સમયમાં જુગારીયા છૂટી ગયા –  ડી-સ્ટાફ સાથે વહીવટ થયો હોવાની ચર્ચા

સામાન્ય અરજીમાં કલાકો સુધી બેસાડી રાખવા ટેવાયેલી કડી પોલીસે નાનીકડી જુગાર ના કેસમાં સાત જુગારીયાઓને ગુનો નોંધાયાના ગણતરીના સમયમાં છોડી મુકાતા જુગારીયાઓએ કડી પોલીસના ડી-સ્ટાફ ના પી.એસ.આઈ. અને જમાદારો જોડે વહીવટ કર્યો હોવાની લોકોમાં ચર્ચા જામી છે.ખાસ સૂત્રો પાસેથી નામ નહિ આપવાની શરતે મળેલ માહિતી મુજબ નાનીકડી જુગાર ના કેસમાં પોલીસે રેડ કરી સાત જુગારીયાઓને ઝડપ્યા ત્યાંતો જુગારીઓનો વહીવટદાર પોલીસ સ્ટેશન આવી ગયો હતો.વહીવટદારે કડી પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના પી.એસ.આઈ. અને જમાદારો સાથે ગોઠવણ પાડી ગુનો નોંધાયા ના ગણતરીના સમયમાં જુગારીઓને છોડાવી ગયો હતો.જુગારીઓનો છોડાવવા માટે વહીવટદારે પોલીસ સાથે જુગારના મુદ્દામાલ માં લાખ રૂપિયા ઉપરની રોકડ રકમ હોવા છતાં  ફક્ત 41 હજાર જેટલી રકમ બતાવવા અને એક જુગારી દીઠ 11,000 રૂપિયા આપીને વહીવટ પાડ્યો હોવાનું જણાવ્યું હતું. વહીવટદાર પણ નોંધાયેલ બુટલેગર હોવાનું તેમજ પોલીસ વિરુદ્ધ અરજીઓ કરતો હોવાથી પોલીસ તેનાથી ડરી ગયી હોવાની લોકોમાં ચર્ચા જામી છે.

જિલ્લા પોલીસ વડા કડી પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ચકાસે તો સત્ય બહાર આવી શકે

નાનીકડી વિસ્તારના જુગાર ના કેસમાં કડી પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ દ્વારા જુગારીઓને વહેલા છોડી મુકવા વહીવટ પાડ્યો હોવાનું તેમજ વહીવટદાર પોલીસ ના ચોપડે નોંધાયેલ બુટલેગર હોવા અંગે જિલ્લા પોલીસ વડા કડી પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ચકાસે તો સત્ય બહાર આવી શકે છે તેથી લોકો જિલ્લા પોલીસ વડા પાસે સત્ય બહાર લાવવાની માંગણી કરી રહ્યા છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0