સનરાઈઝર્સ હૈદરાબાદનો સંદીપ શર્મા તેેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન સંબધથી જોડાયો

August 20, 2021
Sandeep-Sharma

સનરાઇઝર્સ હૈદરાબાદના ક્રિકેટર સંદીપ શર્માએ પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ તાશા સાત્વિક સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. મહત્ત્વપૂર્ણ છે કે આઇપીએલ 2021નો બીજાે ફેઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહ્યો છે, પરંતુ આની પહેલા એસઆરએચના ફાસ્ટ બોલર સંદીપ શર્માએ પોતાની જિંદગીની નવી ઈનિંગ શરૂ કરી દીધી છે.

સંદીપ શર્માએ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને પોતાન ફેન્સને લગ્ન સંબંધી જાણકારી આપી હતી. તેની આઇપીએલ ટીમ એસઆરએચએ પણ ટિ્‌વટર પર તાશા અને સંદીપના લગ્ન પ્રસંગની તસવીર શેર કરીને જિંદગીની નવી ઈનિંગ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં હૈદરાબાદની ટીમે તાશાનું એસઆરએચ ફેમિલીમાં સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો – પોર્નોગાફી : શમીતા શેટ્ટી જીજા અને બહેનની સપોર્ટમાં આવી, ઈન્સ્ટા પર કરી પોસ્ટ

સંદીપ શર્મા અને તાશા સાત્વિકે સાઉથ ઈન્ડિયન વેડિંગ આઉટફિટમાં લગ્ન કર્યા હતા. સંદીપે સફેદ ધોતી અને કુરતો પહેર્યો હતો, જ્યારે તાશાએ ઓરેન્જ-રેડની કાંજીવરમ સાડી પહેરી હતી. આ બંને જાેડીનો સાઉથ ઈન્ડિયન ટ્રેડિશનલ લૂક અત્યારે ચર્ચામાં છે. સંદીશ શર્મા માટે આઇપીએલ 2021 ફેઝ-1 ઘણો પડકારરૂપ રહ્યો છે. તેણે ૩ મેચમાં 109 રન આપી માત્ર 1 જ વિકેટ લીધી છે. હવે લગ્ન પછી તેનો ભાગ્યોદય થાય છે કે કેમ એ અંગેની ચર્ચાઓએ હાલ જાેર પકડ્યું છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઇપીએલ 2021માં ભાગ લેવા માટે 31ઓગસ્ટે જશે. જાે પહેલા ફેઝમાં ટીમના પ્રદર્શનની વાત કરીએ તો એસઆરએચની ટીમ 7 મેચમાંથી માત્ર 1 જ જીતી શકી છે. અત્યારે તે પોઇન્ટ ટેબલમાં પણ સૌથી છેલ્લા ક્રમે હોવાથી આઇપીએલ ફેઝ-૨માં બાઉન્સ બેક કરવું આ ટીમ માટે અનિવાર્ય બની રહેશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0