જગાણા તેત્રીસી જલામાં વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો !

August 18, 2021
Jagana (BK)
ધાણધાર રોહિત સમાજ બનાસકાંઠા ના જગાણા તેત્રીસી જલાના ટ્રસ્ટ સંત રોહિદાસ વિકાસ સેવા એજયુકેશન ટ્રસ્ટ ( જગાણા જલો  30 ગામ) મારફત સને  2021-22 ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ -5 થી ધોરણ-12  સુધી  માં  અભ્યાસ કરતા તમામ  વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવત્તા વાળા ચોપડાઓનું વિતરણ  કરવામાં  આવ્યું. જલાના જરુરીયાત મંદ વિદ્યાર્થીઓને સહાય રૂપ થવા, વિદ્યાર્થીઓમાં શિક્ષણ નો ઉત્સાહ અને પ્રોત્સાહન વધે તેમજ સમાજમાં  શિક્ષણ નો  પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુથી સમાજના દાતાઓના સહયોગથી ટ્રસ્ટની કારોબારી દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ હતુ.

આ પણ વાંચો – પાલનપુરમાં રોગચાળો અટકાવવા પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી -પાણી ભરાતા હોય તેવા સ્થળો પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો

ટ્રસ્ટના પ્રમુખ ડાહ્યાભાઈ સોલંકી- મજાદર મંત્રી લાલજીભાઈ મેતિયા- મેતા  અને ટીમ સદસ્યો હરેશભાઈ શેખલીયા- વાસણા (જ), એડવોકેટ વિનોદ ભાઈ ચૌહાણ- પાલનપુર, હરજી ભાઈ ચૌહાણ- જગાણા, ગલબા ભાઈ રણાવાસીયા- ચાંગા, ગોવિંદભાઈ પરમાર- લાલાવાડા, મફતલાલ ભાટીયા- કમાલપુર, નાથાભાઈ ચૌહાણ- માનપુરા વગેરેએ સુંદર ટીમ વર્ક દ્વારા તારીખ 9, 10, 11 ઓગસ્ટ દરમ્યાન જલાના ત્રીસે ત્રીસ ગામોમાં આગેવાનો અને  વિદ્યાર્થીઓની  હાજરીમાં ચોપડા વિતરણનું કામ આયોજન બધ્ધ રીતે કરવામાં આવેલ. ચોપડા વિતરણથી સમાજમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ બનેલ છે. લોકોએ આ પ્રવુતિને આવકારી સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0