શ્રીલંકા સામેની મેચમાં ભુવનેશ્વર કુમારના નામે બન્યો એક રેકોર્ડ !

July 30, 2021
Bhuvneshwar-Kumar

ભારતના બીજી ટી ટવેન્ટી મેચમાં પરાજય વચ્ચે પણ ભુવનેશ્વર કુમારે પોતાના નામે એક રેકોર્ડ નોંધાવી લીધો છે. ભુવીએ તેની ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂર્ણ કરી છે. ભુવી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ લેનારો ભારતનો ચોથો બોલર બની ગયો છે. જસપ્રિત બુમરાહ, અશ્વિન, યુઝવેન્દ્ર ચહલે ભુવનેશ્વર કુમાર પહેલા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો – સાઉથ ઈન્ડીયન એક્ટ્રેસ પ્રિયામણીના લગ્ન પર ઉભુ થયુ જોખમ, fianceની પત્નિએ ઉઠાવ્યા સવાલ

ભુવી ભારતનો ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂર્ણ કરનારો બીજાે ઝડપી બોલર છે. ભુવીને શ્રીલંકા સામેની બીજી ટી -20માં 50 મી વિકેટ મળી હતી. ભારત તરફથી ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે. ચહલે કુલ 63 વિકેટ લીધી છે. આ ઉપરાંત બુમરાહે 59 વિકેટ અશ્વિને 52  વિકેટ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં લીધી છે.

શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 માં ભુવીએ 4 વિકેટ લીધી હતી, પરંતુ બીજા ટી-૨૦માં તેને ભાગે ફક્ત એક જ વિકેટ આવી હતી. ઉલ્લેખની છે કે, શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચ એ ભુવીની 50મી ટી-20  આંતરરાષ્ટ્રીય મેચ હતી. ભુવીએ પોતાની 50 મી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂર્ણ કરનારો વિશ્વનો એકમાત્ર બોલર બની ગયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0