સરકાર નથી જાણતી, દેશમાં કેટલા ન્યૂઝ પોર્ટલ.સોશિયલ મીડિયા, OTT માટે નવી માર્ગદર્શિકા: 

February 25, 2021

કેન્દ્ર સરકારે ગુરુવારે સોશિયલ મીડિયા અને ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી દિશાનિર્દેશોમાં ફેસબુક, ટ્વિટર અને ઓટીટી પ્લેટફોર્મ જેવા નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવરી લેવામાં આવશે. કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ દરમિયાન, એક સવાલના જવાબમાં જાવડેકરે કહ્યું કે દેશમાં કેટલા ન્યૂઝ પોર્ટલ્સ કાર્યરત છે તે વિશે અમારી પાસે માહિતી નથી.કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદ સોશિયલ મીડિયા અને ઓટીટી માટેની નવી માર્ગદર્શિકા વિશે માહિતી આપી રહ્યા હતા. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દેશમાં ન્યૂઝ પોર્ટલ માટે કોઈ કાયદો આવશે. દેશમાં કેટલા ન્યૂઝ પોર્ટલ્સ છે? આ સવાલના જવાબમાં જાવડેકરે કહ્યું કે આ ખૂબ સારો પ્રશ્ન છે. દેશમાં કેટલા ન્યૂઝ પોર્ટલો કાર્યરત છે તે અંગે હજી સુધી કેન્દ્ર સરકારને કોઈ માહિતી નથી. જો કે તેમણે વધુમાં કહ્યું કે તેના પર કામ ચાલી રહ્યું છે. ન્યુઝ પોર્ટલ માટે કાયદો બનાવવાની પ્રક્રિયા પણ ચાલુ છે. પરંતુ હમણાં આપણી પાસે વાસ્તવિકતામાં કેટલા ન્યૂઝ પોર્ટલ્સ છે તેની સંખ્યા નથી.હવે હશે આ નવા નિયમોસોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે હવે ખાસ ઑફિસરની નિમણૂક કરવી પડશે. કોઈ પણ વાંધાજનક સામગ્રીને 24 કલાકમાં હટાવવી પડશે. પ્લેટફોર્મ્સે ભારતમાં પોતાના નૉડલ ઑફિસર, રેસિડેન્ટ ગ્રીવન્સ ઑફિસરની નિમણૂક કરવી પડશે. આ ઉપરાંત દર મહિને કેટલી ફરિયાદ પર પગલાં લેવામાં આવ્યા તેની જાણકારી સરકારને આપવી પડશે.અફવા ફેલાવનાર વ્યક્તિ કોણ છે તેની જાણકારી આપવી પડશે. માર્ગદર્શિકામાં ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને વિદેશી સંબંધ સહિતના મુદ્દાઓને શામેલ કરાયા છે.ડિજિટલ મીડિયા માટે ગાઇડલાઇન જાહેર કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક મીડિયાએ નિયમોનું પાલન કરવું પડે છે પરંતુ OTT અને ડિજિટલ મીડિયા પર કોઈ નિયમ નથી. અમે ઓટીટી પ્લેટફોર્મ માટે સેલ્ફ રેગ્યુલેશનની વાત કરી હતી પરંતુ તેવું થઈ શક્યું નથી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0