બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તા જાળવી રાખી

September 11, 2020
ગરવી તાકાત,બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અનુસૂચિત જનજાતિની બેઠક હોવાથી જિલ્લા પંચાયતના પ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી. જોકે ઉપપ્રમુખ પણ કોંગ્રેસના ચૂંટાયા હતા. આંતરીયાળ એવા આદિવાસી વિસ્તારમાંથી બનેલા મહિલા પ્રમુખ ને લઈને સમગ્ર આદિવાસી વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
તસ્વીર – જયંતી મેતીયા
બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી હતી, અનુસૂચિત જનજાતિની જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક હતી. તેમાં દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારના બેડા પાણી ગામના મહિલા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા 45 વર્ષ બાદ આદિવાસી મહિલાને જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ મળ્યું હતું જોકે વિકાસના કામોને આગળ ધપાવવાની નેમ સાથે અંતરિયાળ વિસ્તારમાં થી આવતા આદિવાસી મહિલા પ્રમુખે જિલ્લાના લોકો અને જિલ્લા ના ગામડાઓનો વિકાસ કરવાની બાહેધરી આપી હતી.

આ પણ વાંચો – વાવના માવસરી પોલીસે માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૂ. ૧.૮૦ લાખનો દંડ વસુલ્યો

જોકે દાયકા બાદ આદિવાસી મહિલા પ્રમુખ બનતા ગ્રામજનોનો ખુશીનો માહોલ હતો ત્યારે સમગ્ર આદિવાસી પંથકમાં પણ એક પ્રકારની ખુશીની લહેર હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર  બનાસકાંઠા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી કોંગ્રેસનો રકાસ થયો હતો પરંતુ જિલ્લા પંચાયત પર કોંગ્રેસની પકડ રહી હતી. જોકે ભાજપ પાસે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર જ ન હતા જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા જોકે આગામી સમયમાં જીલ્લાના ગામડાઓ અને જિલ્લાના લોકો માટે જીલ્લા પંચાયત પ્રમુખ સહિત જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્યો પણ વિકાસના કામો કરશે.
રીપોર્ટ – જયંતી મેતીયા
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0