મહેસાણા જિલ્લામાં ગુરૂવારે કોરોનાના નવા 95 કેસ નોંધાયા, વધુ 394 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

February 11, 2022

ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામાં ગઈકાલે ગુરૂવારે કોરોનાના નવા 966 કેસ નોંધાયા હતા. તેની સામે 394 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી. જિલ્લામાં હાલ એક્ટિવ કેસ 775 છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણમાં એકાએક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં એક્ટિવ કેસનો આંક પણ ઘટ્યો છે. જિલ્લામાં ગઈકાલે નવા 2968 સેમ્પલ લેવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લામાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો તેની સામે દર્દીઓ પણ મોટી સંખ્યામાં કોરોનાને માત આપી રહ્યા છે. ગઈકાલે 394 દર્દીએ કોરોનાને માત આપી સાજા થયા હતા. જિલ્લામાં હજુપણ 3417 સેમ્પલના પરિણામ પેન્ડિંગ જોવા મળી રહ્યા છે. ગઈકાલે શહેરી વિસ્તારમાં 39 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 56 કેસ નોંધાયા છે.

મહેસાણા તાલુકામાં ગઈકાલે 45 કેસ, વિસનગર તાલુકામાં 9, વડનગર તાલુકામાં 1, ખેરાલુ તાલુકામાં 3, સતલાસણા તાલુકામાં 0, ઊંઝા તાલુકામાં 1, વિજાપુર તાલુકામાં 5, બેચરાજી તાલુકામાં 1, જોટાણા તાલુકામાં 1, કડી તાલુકામાં 29 કેસ મળી નવા 96 કેસ નોંધાયા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0