મહેસાણા જિલ્લામાં આજે કોરોનાના નવા 9 કેસ નોંધાયા

August 24, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં ચાલુ માસ દરમિયાન કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આજે મહેસાણા જિલ્લામાં ફરી કોરોનાના નવા 9 કેસ સામે આવ્યાં. સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો જોવા મળ્યો, જેમાં આજે સ્વાઈન ફ્લૂના 5 કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લામાં આજે કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા છે. જ્યારે 10 જેટલા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હજુ પણ એક્ટિવ કેસ 57 જોવા મળી રહ્યા છે ત્યારે આજે વિસનગર તાલુકામાં 1,કડી તાલુકામાં 0,જોટાણા તાલુકામાં 1, મહેસાણામાં 4, ખેરાલુમાં 1, ઊંઝામાં 2 મળી કુલ 9 કેસ નોંધાયા છે.

​​​​​​​મહેસાણા જિલ્લામાં બીજી બાજુ દિવસે ને દિવસે સ્વાઈન ફ્લૂના કેસો પણ સામે આવી રહ્યા છે. જિલ્લામાં આજે નવા 5 કેસ નોંધાયા. અત્યાર સુધી 49 લોકો સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવી ચુક્યા છે. ત્યારે 39 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે ત્યારે હાલમાં 10 દર્દીઓ સારવાર હેઠળ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0