મદન-આશિર હાઈવે પર ભૂસ્ખલનને કારણે મુસાફરોને લઈ જતી બે બસો લપસીને ત્રિશુલી નદીમાં વહી ગઈ હતી
પોલીસના જણાવ્યા અનુસાર, રાજધાની કાઠમંડુ જઈ રહેલી એન્જલ બસ અને ગણપતિ ડીલક્સ એમ બે બસો હતી
નેપાળમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની હતી. મદન-આશિર હાઈવે પર ભૂસ્ખલનને કારણે મુસાફરોને લઈ જતી બે બસો લપસીને ત્રિશુલી નદીમાં વહી ગઈ હતી. બસમાં લગભગ 63 લોકો સવાર હતા. અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. નેપાળમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની હતી. મદન-આશિર હાઈવે પર ભૂસ્ખલનને કારણે મુસાફરોને લઈ જતી બે બસો લપસીને ત્રિશુલી નદીમાં વહી ગઈ હતી. બસમાં લગભગ 63 લોકો સવાર હતા. અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
ઘટનાસ્થળે હાજર પોલીસ અધિક્ષક ભાવેશ રિમાલે જણાવ્યું કે, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. હાલમાં વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. દહલે પર લખ્યું, નારાયણગઢ-મુગલીન રોડ સેક્શન પર ભૂસ્ખલનને કારણે બસ તણાઇ જવાથી અને પૂર-ભૂસ્ખલનને કારણે મિલકતોને નુકસાન થવાના કારણે લગભગ પાંચ ડઝન મુસાફરોના ગુમ થવાના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે.
મેં દેશના જુદા જુદા ભાગોમાં ગૃહ વહીવટ સહિત સરકારની તમામ એજન્સીઓને મુસાફરોની શોધ કરવા અને તેમને અસરકારક રીતે બચાવવા માટે નિર્દેશ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજધાની કાઠમંડુ જઈ રહેલી એન્જલ બસ અને ગણપતિ ડીલક્સ એમ બે બસો હતી. વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે બંને બસ નદીમાં ખાબકી હતી અને વહી ગઈ હતી. જોકે, અકસ્માત બાદ કેટલાક મુસાફરો બહાર નીકળવામાં સફળ થયા હોવાનું જાણવા મળે છે. તેણે જ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ રેસ્ક્યુ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.


