મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે શીવાલા સર્કલ પાસેથી ઘરફોડ ચોરી કરતાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન 6 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે. જેમાં સામે આવ્યુ છે કે, કડીયાકામ કરવા શહેરના વિસ્તારમાં આવીને આરોપીઓ સોસાયટીઓમાં રેકી કરતા હતા. બાદમાં મકાનની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી પૈસા,દાગીના સહીતનો સામાન ચોરી કરી ફરાર થઈ જતા હતા. જેથી પોલીસે ત્રણ આરોપીને ઝડપી ચોથા આરોપીને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – બેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો રીપૈર નહી થાય તો MLA ભરત ઠાકોર કરશે આંદોલન
આ કેસની મળતી વિગત અનુસાર મહે
સાણા LCBની ટીમ જીલ્લામાં બનેલ બનાવોથી વાકેફ હોવાથી અનડીરેક્ટ ગુનાઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. જેમાં હ્મુમન સોર્શીઝ તથા ટેક્નીકલ સર્વેલાન્સની પણ મદદ લેવામાં આવી હતી. આ દરમ્યાન મહેસાણા LCBની ટીમ બાયપાસ સર્કલથી શીવાલા સર્કલ તરફના રોડ પર સર્વેલાન્સમાં હતી તે દરમ્યાન એક અપાચી બાઈક અને ફોર્સની ક્રુઝર વાહન શંકાસ્પદ હાલતમાં જણાઈ આવ્યા હતા. આથી તેમની અટકાયત કરી તેમની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ તથા મોબાઈલ ફોન મળી આવતા પોલીસને શંકા ગઈ હતી. જેથી તેઓની કડક પુછપરછ હાથ ધરવામાં આવી હતી. આ પુછપરછમાં ત્રણેય આરોપીઓએ ચોરી કરી હોવાનુ સ્વીકાર્યુ હતુ.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
પોલીસની આ કાર્યવાહીમાં સામે આવ્યુ હતુ કે, સદર આરોપીઓ ગામડામાંથી શહેરમાં કડીયાકામ કરવા આવીને શહેરની સોસાયટીઓની રેકી કરતા હતા. જેમાં તેઓ ક્યુ મકાન બંધ છે કેટલા સભ્યો રહે છે વિગેરે વિગત મેળવી લેતા હતા. બાદમાં તેઓ મકાનની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી દાગીના સહીતનો સામાન ચોરી કરી ફરાર થઈ હતા.
મહેસાણા LCBની ટીમે (1) ભાભર રાકેશ કાળુભાઈ, રહે – વડવા નિશાળ ફળીયુ, તા. ગરબાડા,જી.દાહોદ (2) ગરવાલ અનિલભાઈ રાકેશભાઈ, રહે – ગડોઈ,ડામરા ફળીયા, તા.જી.દાહોદ (3) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર નામના આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરતા સામે આવ્યુ હતુ કે, તેઓએ અત્યાર સુધી મહેસાણાના નાગલપુર વિસ્તારમાં, વિસનગરના કડામાં, વિસનગર ચોકડી નજીક, મહેસાણાના રેલ્વે ટ્રેક નજીક, વિસનગર થલોટા રોડ તથા મહેસાણાની ગણેશ વિવાન સોસાયટીમાંથી ચોરી કરી કર્યાનો ચોંકાવનારો ખુલાશો કર્યો હતો.
આરોપીઓ પાસેથી કબ્જે કરાયેલ સામાન
ઝડપાયેલ આરોપીઓ પાસેથી સોના – ચાંદીના દાગીના કુલ કિંમત 2,81,203 (2) રોકડ રકમ 1,00,000 (3) મોબાઈલ ફોન નંગ 3, કિમત 18,500 (4) મોટર સાયકલ કિંમત 50,000 (5) ફોર્સ કંપનીની ક્રુઝર વાહન કિંમત 3,00,000 એમ કુલ મળી 7,49,703 રૂપીયાનો સામાન કબ્જે કરાવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી સીવાય એક ચોથો ભાભોર રાકેશભાઇ છગનભાઇ રહે. વડવા તા.જી. દાહોદ નામનો આરોપી પોલીસના સીકજામાંથી બહાર છે જેથી તેને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.


