મહેસાણા લીંક રોડ પરથી 1.55 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા !

August 24, 2021
Mehsana LCB

મહેસાણાના વિસનગર લીંક રોડ પાસેથી એલસીબીની ટીમે રેઈડ કરી 6 જુગારીઓને 1.55 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.  ગત રોજ રાત્રીના સમયે મહેસાણા એલસીબીને બાતમી મળી હતી કે, માનવ આશ્રમ ચોકડી નજીક આવેલ આકાશ સોસાયટીની બાજુમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. જેથી ટીમે ઘટના સ્થળે પહોંચી આરોપીઓને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. 

મહેસાણાના લીંક રોડ પર આવેલ અંબીકાનગર સોસાયટીમાં રહેતો ઠાકોર મેહુલકુમાર ઉર્ફે મુન્નો શંકરજી પોતાની મહાકાળી મીનરલ વોટર પ્લાન્ટમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. ગત રોજ રાત્રીના સમયે મહેસાણા એલસીબીની ટીમને બાતમી મળતા ટીમના માણસોએ સ્થળ પર પહોંચી અચાનક રેઈડ કરી હતી. આ રેઈડમાં મુખ્ય આરોપી સીવાય અન્ય 5 આરોપીઓ પણ જુગાર રમતા ઝડપાયા હતા. જેથી મુદ્દામાલ સાથે તેમની અટકાયત મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે સોંપી  જુગાર ધારા કલમ, એપેડેમીક એક્ટ તથા આઈપીસીની કલમ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

ઝડપાયેલ આરોપીઓ

  • ઠાકોર મેહુલકુમાર ઉર્ફે મુન્નો શંકરજી, રહે – અંબીકાનગર સોસાયટી, તા.જી.મહેસાણા
  • વાઘેલા નીતીન દિનેશભાઈ, રહે – અંબીકાનગર સોસાયટી, તા.જી.મહેસાણા
  • ઠાકોર ભવાનજી ફુલાજી રહે – મહાદેવવાળો ઠાકોરવાસ, ગામ – સવાલા, વિસનગર
  • ઠાકોર જગદીશ શંકરજી રહે – અંબીકાનગર સોસાયટી, તા.જી.મહેસાણા
  • ચૌધરી રોનક રમેશભાઈ રહે- સાગર સરીતા સોસાયટી,તા.જી.મહેસાણા
  • પરમાર હાર્દીક મોહનલાલ રહે – કિશન સોસાયટી. તા.જી.મહેસાણા

જપ્ત કરાયેલ મુદ્દામાલ

  • રોકડ રકમ – 20,070/-
  • મોબાઈલ નંગ – 2 કિંમત રૂપીયા 10,000/-
  • ટુ વ્હીલર વાહન કુલ 5, કિંમત રૂપીયા 1,25,000/-
  • અન્ય સામગ્રી સહીત કુલ 1,55,070/-
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0