કડીના ચડાસણા ગામે પાણીના ટાંકામાં સંતાડેલા 58 હજારના બિયરના ટીન તથા બિયરની બોટલનો જથ્થો ઝડપાયો

June 1, 2023

કડી તાલુકાના ચડાસણા ગામે માત્ર બિયરના ટીન અને બિયરની બોટલોનું જ વેચાણ કરતો હતો

ચડાસણા ગામમાં બિયરનું વેચાણ કરનાર શખ્સને એલસીબીએ નંદાસણ પોલીસને સોપ્યોં

Sohan Thakor – મહેસાણા તા. 01- મહેસાણા એલસીબીની ટીમે કડી તાલુકાના ચડાસણા ગામમાં ચાલતો વિદેશી દારૂના વેપલાની બાતમી મળતાં ચડાસણા ગામે હોડકાવાસમાં આવેલા એક રહેણાંક મકાનમાં બનાવેલી પાણીની ટાંકીમાંથી બિયરના ટીન તથા બિયરની બોટલનો રૂા. ૫૮,૪૩૧ના જથ્થા સાથે વેપાર કરતાં શખ્સની અટકાયત કરી નંદાસણ પોલીસને સોપ્યોં હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ મહેસાણા જિલ્લામાં ચાલતી દારુબંધી પર અંકુશ લાવવા આપેલા કડક આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં રોજબરોજ વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણા એલસીબીની ટીમના પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ ડાહ્યાભાઇ, દિનેશભાઇ, અનિલભાઇ, આશાબેન, હરિસિંહ, શૈલેષકુમાર, નિલેષકુમાર તથા અક્ષયસિંહ વિગેરે મહેસાણા એલસીબી કચેરીએ હાજર હતા

તે દરમિયાન એએસઆઇ ડાહ્યાભાઇ તથા દિનેશભાઇને ખાનગી બાતમી મળી હતી કે, કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારના ચડાસણા ગામે હોડકા વિસ્તારમાં રહેતો ઠાકોર ભરતજી અભરાજજી પોતાના ઘરે બાથરૂમમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવેલી છે. જે પાણીની ટાંકીમાં વિદેશી શરાબનો જથ્થો તથા બિયરના ટીન, બિયરની બોટલો રાખેલી છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીએ ઘટના સ્થળે પહોંચી પાણીની ટાંકીમાં તલાશી લેતાં ટાંકીમાંથી બિયરના ટીન તથા કાચની બોટલ નંગ ૬૯૬ કિંમત રૂા. ૫૮,૪૩૧ સહિત મુદ્દામાલ મળી કુલ રૂા. ૫૮૯૩૧નો મુદ્દામાલ કબજે કરી ઠાકોર ભરતજી અભેરાજજીને ઝડપી લઇ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી નંદાસણ પોલીસને સોપ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0