સાંગણપુરની સીમમાં જામફળીના ખેંતરમાં ચાલતાં જુગારધામ પરથી 54, 600નો મુદ્દામાલ ઝડપાયો 

March 27, 2023

લાંઘણજ પોલીસે રેઇડ દરમિયાન ચાર જુગારીને ઝડપી લીધા જ્યારે ચાર જુગારી ભાગી છૂટ્યાં 

ગરવી તાકાત, મહેસાણા તા. 27 – લાંઘણજ પોલીસની ટીમ લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન લાંઘણજ નજીક આવેલા સાગણપુર ગામની સીમમાં આવેલા જામફળના ખેંતરમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે લાંઘણજ પોલીસે રેઇડ કરી ઘટના સ્થળ પરથી ચાર જુગારીઓ સાથે 54 હજારના મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતાં અહેવાલો મુજબ લાંઘણજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી.ચૌધરી તેમના સ્ટાફના નરેન્દ્રસિંહ, રણજિતસિંહ, પરેશકુમાર, વિજયસિંહ સહિત ટીમના માણસો લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારની સીમમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા આ દરમિયાન રણજીતસિંહ તથા વિજયસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે સાંગણપુર ગામની સીમમાં આવેલા જામફળીના ખેંતરમાં બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે જે બાતમીના આધારે પોલીસ સાંગણપુર ગામની સીમમાં ત્રાટકતાં હાજર જુગારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જ્યારે ઘટના સ્થળ પર ચાલતાં જુગારધામ પરથી પોલીસે ચાર શખ્સોને 54600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા.

જયારે અન્ય ચાર શખ્સો ભાગવામાં સફળ રહ્યાં હતા. પોલીસે જુગારધામ પરથી (1) ઠાકોર જશવંતસિંહ સોમાજી રહે. ધાનજ તા. કલોલ (2) પટેલ કનુ બબાભાઇ રહે. ખેરવા, તા.જી. મહેસાણા (3) પ્રજાપતિ ચંદુભાઇ ઇશ્વરભાઇ રહે. મહેસાણા (4) પટેલ વસ્તલકુમાર શિવાભાઇ રહે. અમદાવાદ દસકોઇવાળાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યાં હતા. જ્યારે અન્ય ચાર જુગારી (1) પટેલ ધવલકુમાર માથુરભાઇ રહે. મહેસાણા (2) પ્રજાપતિ રાજેન્દ્ર ઉર્ફે રાજુ નટવરભાઇ રહે. ખેરવા (3) સુરેશજી ડુંગરજી ઠાકોર રહે. સાંગણપુર (4) જાડેજા માધુસિંહ રાજુભા રહે. સાગણપુર ભાગવામાં સફળ રહ્યાં હતા. લાંઘણજ પોલીસે જુગારધારા એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0