સુઈગામનાં 12 ગામનાં 538 અને વાવના 700 લોકો ભારે પવન સાથે વરસાદ પડતાં સેલ્ટર હોમમાં ખસેડાયાં  

June 16, 2023
વાવના હરીપુરા અને અન્ય કુલ 155 લોકોને વાવ એપીએમસીમાં વ્યવસ્થાઓ કરાઈ
સુઈગામનાં 30 મકાનોના છાપરા ઉડી ગયા, કોઈ જાનહાનિ નહિ થયાનું તંત્રએ જણાવ્યું હતું

ગરવી તાકાત વાવ તા.16-  બનાસકાંઠા સહિત વાવ અને થરાદ સુઈગામ તાલુકામાં સતત બે દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વાવ તાલુકામાં કુલ 700 લોકોને સુરક્ષિત અને સલામત સ્થળે રહેવા જમવાની વ્યવસ્થા ખાસ તંત્ર દ્વારા કરવામાં આવી છે.સુઈગામ તાલુકામાં 12 ગામનાં 538 લોકોને સુરક્ષિત સ્થળે વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
જોકે ભારે વરસાદને કારણે વાવ તાલુકામાં કુલ 5 સ્થળે રોડ રસ્તાઓ વૃક્ષો પડી ગયાં હતાં.ત્યારે ઢીમા માવસરી રોડ પર લીમડાનું વૃક્ષ પડી જતાં તાત્કાલિક અસરથી જેસીબી મશીન વડે હટાવવામાં આવ્યું હતું.વાવથી ઉચપા રોડ પર ગાંડા બાવળ આવી જતાં સ્થાનિક તંત્રએ તાત્કાલિક અસરથી જેસીબી મશીન વડે હટાવ્યું હતું.
સતત બે દિવસથી ભારે વરસાદ અને પવનને કારણે ખેતરોમાં રહેતાં વાવ તાલુકાનાં ધરાધરા ગામે 100 વર્ષ પુરાણું તળાવની પાળે ઉભેલા પીપળાનું વૃક્ષ ધરાશાઈ થઈ થતાં મોટી જાનહાનિ ટળી હતી.વાવ તાલુકાનાં માવસરી બાખાસર રોડની બન્ને બાજુ લુણી નદીમાં પાણી આવતાં રસ્તો તૂટી જવા પામ્યો હતો.મોટા પ્રમાણમાં વરસાદી માહોલને કારણે લુણી નદી સજીવન થઈ છે.ત્યારે રાજસ્થાનનાં બાખાસરને જોડતાં માર્ગનું હાલમાં કામ ચાલુ છે.સ્થાનિક તંત્રએ તાત્કાલિક અસરથી જેસીબી મશીન વડે પાણીનાં નિકાલ માટેની વ્યવસ્થાઓ કરી હતી.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0