મહેસાણા એલસીબીની ટીમે આગંડીયા પાસેથી 7.34 લાખની લુંટના આરોપીઓને ઝડપી પાડ્યા છે. હ્મુમેન ઈન્ટેલીજેન્સ તથા ટેકનીકલ સર્વેલાન્સની મદદથી પોલીસની ટીમે આ કાર્યવાહીમાં 5 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. એલસીબીની ટીમ જ્યારે આ ગુનાને ડીટેક્ટ કરવા કાર્યરત હતી હતી ત્યારે આ લુંટમાં વપરાયેલ ત્રણ બાઈકના નંબર સસ્પેક્ટેડ થયા હતા. જે પૈકી એક બાઈક સાથે કેટલાક ઈસમો ઉંઝા ખાતે સંકાસ્પદ હાલતમાં ઉભેલા છે, તે બાતમી આધારે ટીમે રેઈડ કરી આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – ફાયર વિભાગમાં કૌભાંડ : ચીફ ઓફીસર કોના હિતો માટે કામ કરી રહ્યા છે, જનતાના કે માત્ર ભારતીય જનતા પાર્ટીના ? હજુ સુધી ફરિયાદ કેમ નહી ?
મહેસાણા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ખેરાલુ આંગડીયાત લુંટ કેસમાં પલ્સર GJ-02-DG-8078 તથા ડીસ્કવર GJ-02-CS-9668 નંબર વાળુ બાઈક સસ્પેક્ટેડ થયુ હતુ, તે બાઈક સાથે કેટલાક ઈસમો ઉંઝાના દાસજ પાટીયા નજીક ઉભેલા છે. આ ચોક્કસ બાતમી આધારે પોલીસે રેઈડ કરી ધટનાસ્થળેથી ઈસમોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ 5 ઈસમોની પુછપરછ કરતા સામે આવ્યુ હતુ કે, તેમને રાવળ કલ્પેશ વિષ્ણુભાઈ, રહે – વરવાડા,તા.ઉઝા તથા ઠાકોર મોન્ટુજી કમલેશજી, રહે – ઉંઝાવાળાની મદદથી ખેરાલુ મુકામે આંગડીયાતના કર્મચારી પાસેથી 7.34 લાખની લુંટ ચલાવી હતી. આથી પોલીસની ટીમે આરોપીઓ સાથે કુલ 5,80,100/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલ આરોપીઓના નામ
- ઠાકોર જીગરજી તલાજી, રહે – લક્ષ્મીપુરા,તા- ઉંઝા,જી,મહેસાણા
- ઠારોર રામાજી ગજાજી, રહે – ઉપેરા, ,તા- ઉંઝા,જી,મહેસાણા
- ઠાકોર વિજયજી જગાજી, રહે – ઉંઝા, ખજુરી પોળ
- રાવળ રવી દેનેશભાઈ, રહે – બાલીયામાઢ, ઉંઝા
- ઠાકોર રાકેશજી કરનજી, રહે – બાલીયામાઢ, ઉંઝા
વોન્ટેડ આરોપીઓ
- રાવળ કલ્પેશ વિષ્ણુભાઈ, રહે – વરવાડા,તા.ઉઝા
- ઠાકોર મોન્ટુજી કમલેશજી, રહે – ઉંઝા
ઝપ્ત કરાયેલ મુદ્દામાલ
- રોકડ રકમ 4,54,000/-
- મોબાઈલ ફોન નંગ – 5 કિ.રૂ. 21,000/-
- હીરા નંગ – 69, કિ,રૂ, 5000/-
- છરો નંગ – 1, કિ.રૂ. 100/-
- મોટર સાયકલ નંગ – 2, કિ.રૂ. 10,000/-
શુ હતો મામલો ?
તારીખ 06/08/2021 ના રોજ ખેરાલુમાં ધોળે દાડે સાડા 7.34 લાખ રૂપિયાની આંગડિયા લૂંટની ઘટના સામે આવી હતી. જેમા આંગડિયા પેઢીનો કર્મચારી પૈસા ભરેલી બેગ જમીન પર રાખી ઓફિસને લોક કરી રહ્યો હતો તે દરમ્યાન તેની સાથે ઈસમો ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. ખેરાલુના મહેતાવાડ વિસ્તારમાં આવેલ વસંત અંબાલાલ એન્ડ કંપની નામની પેઢીના કર્મી પાસે લૂંટની ઘટના બની હતી. બપોરના સમયે પેઢીના કર્મચારી રોજ હાટડીથી વિસનગર બસમાં ખેરાલુ આવીને ઓફિસ આવ્યા હતા, એવામાં ઓફિસને લોક મારી ઉભા હતા તે દરમિયાન એક લૂંટારુઓ એ પેઢીના કર્મીના હાથમાં રહેલ બેગની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. આ લુંટ બાદ આંગડીયાતનો કર્મચારી આરોપીને પકડવા પાછળ દોડ્યો હતો. જોકે આગળ એક ઈસમ બાઇક લઈને ઉભો હતો એ દરમિયાન લૂંટ કરનાર ઈસમો બાઇકમાં બેસી ફરાર થઈ ચૂક્યા હતા. જેથી પોલીસે આ આ મામલે તપાસ હાથ ધરી હતી. આ કેસના આરોપીઓ આજ રોજ ઝડપાતા ગુનાનો ભેદ ઉકેલાયો છે.