સાયલેન્સર ચોરીના 23 ગુનામાં સંડોવાયેલી મહેસાણાની ગેંગના 4 ઝડપાયાં

May 8, 2023

 નંદાસણની સાયલેન્સર ચોરોની ટોળકીને દબોચી:મહેસાણાની 6 સાયલેન્સર ચોરીનો ભેદ ઉકેલાયો

ગાંધીનગર પોલીસે કડી, નંદાસણની સાયલેન્સર ચોરોની ટોળકીને દબોચી

સાંથલ-વસઇની એક-એક, વિસનગર-ઊંઝાની બે-બે ચોરીની કબૂલાત કરી

Sohan Thakor – મહેસાણા તા. 08- મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં સાયલેન્સર ચોરીના 23 ગુનાને અંજામ આપનારી મહેસાણાની ગેંગ ઝડપાઈ છે. ગાંધીનગર એલસીબીએ 6 શખ્સોની ગેંગમાંથી 4ને ઝડપી લઇ તેમની પાસેથી કાર, 12 સાયલેન્સર અને રોકડ રકમ મળી રૂ. 2.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં 1, કલોલ તાલુકામાં 9, સાંતેજમાં 2, માણસામાં 1, મહેસાણાના સાંથલમાં વિસનગરમાં 2, વસઈમાં 1, ઊંઝામાં 2 તથા અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ચોરીના 4 ગુના આચર્યા હોવાનું કબૂલ્યું હતું.

ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે છત્રાલ બ્રિજ પાસે મહેસાણા હાઈવે પરથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. જેમના નામ પૂછતાં દિલાવરખાન ઉર્ફે દિલો ઉમરખાન જીવણખાન બલોચ (કોયડા છાપરામાં, મોટા તલાવ પાસે, કડી), રફીક દાઉદભાઇ સલમાનભાઇ ઘાંચી (સરખેજ રોઝા, અમદાવાદ), સમીરશા અબ્દુલશા મજીદશા દિવાન (નસીરાબાદનગર, નંદાસણ) તેમજ અરબાઝ અકબરમીયા કાસમમીયા કુરેશી (રાજપુર, ઝુલાસણ રોડ, કડી) હોવાનું સામે આવ્યું હતું. ગુનામાં અન્ય બે શખ્સો હીદાયતઉલ્લા ઉર્ફે હફીઝુદ્દીન નુરઅલી સૈયદ (અમનપાર્ક, નંદાસણ) અને જકવાન નામનો શખ્સ પણ સામેલ છે, જેમની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

આરોપીઓ રેકી કરી રાત્રિના સમયે તે જગ્યાએ જઇ પાના વડે ઇકો ગાડીનું સાયલેન્સર ચોરી કરતા હતા અને તેની જગ્યાએ અગાઉ જે સાયલેન્સર ચોરી કર્યુ હોય તે સાયલેન્સરની માટી કાઢી તે ફીટ કરી દેતા હતા. ઈકો કારનું સાયલેન્સર અન્ય કારની જગ્યાએ સહેલાઇથી ખોલીને ચોરી કરી શકાય તેમ હોવાથી આરોપીઓ મુખ્યત્વે ઈકો કારને જ ટાર્ગેટ કરતા હતા. આરોપી દિલાવરખાન લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ બકરા ચોરીના ગુનામાં પકડાયો છે. રફીક ઘાંચી અગાઉ અસલાલી પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં પકડાયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0