વિસનગર: સાંકળચંદ યુનિવર્સિટી દ્વારા નૂતન કૉલેજ ઑફ નર્સિંગના ત્રીજા સેમિસ્ટરના વિદ્યાર્થીઓએ આવનાર રાષ્ટ્રીય કૃમિનાશકદિવસના નિમિત્તે આંગણવાડી, ગામ – કંસાર કુઈ ખાતે ગામના આંગણવાડીના નાના ભૂલકાંઓ અને તેમના માતાઓમાં જાગૃતિ આવેએ હેતુથી તેમના સમક્ષ રોલ પ્લે (અભિનયની મદદથી અપાતું આંશિક શિક્ષણ) કરી આવનાર રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ૮જાન્યુઆરી રO૨પ, સવારે ૧O વાગ્યેના રોજ ઉજવણી કરી હતી. જેમાં રO૨પ માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ (NDD) ની થીમ

બાળકોના આરોગ્ય, પોષણ અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. તેમાં ૧-૧૯ વર્ષના વયના બાળકો અને કિશોરોનેકૃમિનાશક દવા આપવા માટે આ દિવસ ઉજવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ સામુદાયિક આરોગ્ય વિભાગ, નૂતન કૉલેજ ઑફ નર્સિંગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ બધામાટે ખુબ જ અસરકારક રહ્યો હતો. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. શિવાસુબ્રમણ્યમએ સામુદાયિક આરોગ્ય નર્સિંગના હેડ, કૉલેજના પ્રો.બ્યુલાનો આભાર વ્યક્ત કર્યો હતો. જે બદલ સાંકળચંદ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી, નૂતનકૉલેજ ઑફ નર્સિંગના પ્રિન્સિપાલ ડૉ. શિવાસુબ્રમણ્યમ, વાઈસ પ્રિન્સિપાલ ડૉ. મહાલક્ષ્મી, પ્રો. બ્યુલા તેમજ તમામ ફેક્લટીએવિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. આ કાર્યક્રમમાં અતિથિ વિષેશ કંસાર કુઈ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરડૉ. પ્રિયંકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અન્ય સ્ટાફ અને સામૂહિક આરોગ્ય અધિકારી તેમજ નૂતન કૉલેજ ઑફ નર્સિંગના ફેકલ્ટીએ.પ્રો. અમી બડગુજર અને જાન્હવી પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.


