પાલનપુર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળામાં 387 યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર મળી…

March 17, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : પાલનપુર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળામાં 387 યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર મળી આ મેળામાં કુલ 635 ઉમેદવારોએ ભાગ લીધો બનાસકાંઠા જિલ્લાના યુવાનોને ઘરઆંગણે રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા નગરપાલિકા હોલ ખાતે આ ભરતીમેળો યોજાયો આ મેળામાં કુલ 15 નોકરીદાતાઓ હાજર રહ્યા આ ભરતીમેળામાં વોલ્ટાસ બેકો પ્રા.લી. (વિઠલાપુર), મિત્સુબિશી ઇલેક્ટ્રિક ઓટોમોટિવ ઇન્ડિયા પ્રા.લી. (સાણંદ), ટાટા ઓટોકોમ્પ ગોટીન ગ્રીન એનર્જી પ્રા.લી. (સાણંદ), જે.બી.એમ. પ્રા.લી. (વિઠલાપુર), અરવિંદ મિલ્સ લિમિટેડ (ખાત્રેજ),

વેલસ્પન લિવિંગ પ્રા.લી. (અંજાર), યુનો મિંડા લાઇટિંગ પ્રાઇવેટ લિમિટેડ (વિઠલાપુર) અને જે.એન.એસ. પ્રા.લી. (વિઠલાપુર) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સમાવેશ થાય ભરતીમેળામાં ભાગ લેનાર 635 ઉમેદવારોમાંથી સઘન ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ 387 ઉમેદવારોને વિવિધ કંપનીઓ દ્વારા નોકરી માટેની ઓફર લેટર આપવામાં આવ્યા આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું કે, આવા રોજગાર ભરતીમેળા સ્થાનિક યુવાઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યા રોજગાર કચેરી દ્વારા ભવિષ્યમાં પણ આવા આયોજનો સતત કરવામાં આવશે.

પ્રજાપતિએ વધુમાં યુવાનોને સલાહ આપી કે, નોકરી મેળવ્યા બાદ પણ આધુનિક યુગમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને અન્ય ટેકનિકલ કોર્સ શીખવા પર ભાર મૂકવો જોઈએ આનાથી ભવિષ્યમાં પ્રમોશન અને કારકિર્દીના વિકાસમાં સરળતા રહેશે આ ભરતીમેળાની એક વિશેષતા એ કે, વર્ષ દરમિયાન સહયોગ આપનાર નોકરીદાતાઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું આ નવતર અભિગમ બદલ નોકરીદાતાઓએ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો બનાસકાંઠાના યુવાનો માટે રોજગારલક્ષી દિશામાં આ સમગ્ર આયોજન એક મહત્વનું કદમ બની રહ્યું જે તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0