— ગાયોને સરકારી કચેરીમાં છુટ્ટી મૂકી દેવા આવતાં પોલીસે દરવાજો બંધ કરી અટકાવ્યા,આખરે ગાયોને કચેરીમાં પુરી :
ગરવી તાકાત કાંકરેજ : છેલ્લા કેટલાક સમયથી ગાયો માટે 500 કરોડની સહાય મામલે ગૌ સેવકો દ્વારા સરકારને લેખિત
રજુઆત કરાઈ હતી,પણ તેમ છતાં બજેટમાં ફળવાયેલ 500 કરોડની રકમ ગૌશાળાઓમાં નહિ અપાતા ગાયોનો નિભાવ કરવો ગૌશાળાના સંચાલકો માટે શક્ય ન હોઇ તાત્કાલિક સહાય ચૂકવવા માટે ગત 19 નવેમ્બરે સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપી 23 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું, તેમ છતાં સરકારે કોઈ ધ્યાન ના આપતાં આખરે આજે સુઇગામ તાલુકાની ગૌશાળાઓ અને પાંજરાપોળો ના સંચાલકોએ ગાયો અને આખલાઓ લઈ હાઇવે ચક્કાજામ કર્યો હતો,
રજુઆત કરાઈ હતી,પણ તેમ છતાં બજેટમાં ફળવાયેલ 500 કરોડની રકમ ગૌશાળાઓમાં નહિ અપાતા ગાયોનો નિભાવ કરવો ગૌશાળાના સંચાલકો માટે શક્ય ન હોઇ તાત્કાલિક સહાય ચૂકવવા માટે ગત 19 નવેમ્બરે સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપી 23 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું, તેમ છતાં સરકારે કોઈ ધ્યાન ના આપતાં આખરે આજે સુઇગામ તાલુકાની ગૌશાળાઓ અને પાંજરાપોળો ના સંચાલકોએ ગાયો અને આખલાઓ લઈ હાઇવે ચક્કાજામ કર્યો હતો,અને તાલુકા
સેવા સદનની કચેરીમાં પશુઓને પુરવા જતાં અગાઉથી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયેલો હોઈ ગૌસેવકોને તેમ કરતા અટકાવ્યા હતા, જેને લઈ પોલીસ અને ગૌ સેવકો વચ્ચે ખેંચતાણ થઈ હતી,જોકે ગૌસેવકોએ દરવાજો ખોલી પરાણે ગાયોને તાલુકા કચેરીમાં પુરી દેતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી,
સેવા સદનની કચેરીમાં પશુઓને પુરવા જતાં અગાઉથી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયેલો હોઈ ગૌસેવકોને તેમ કરતા અટકાવ્યા હતા, જેને લઈ પોલીસ અને ગૌ સેવકો વચ્ચે ખેંચતાણ થઈ હતી,જોકે ગૌસેવકોએ દરવાજો ખોલી પરાણે ગાયોને તાલુકા કચેરીમાં પુરી દેતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી,અને 5 જેટલાં ગૌ સેવકોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા,ગૌસેવકોએ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા,જેને લઈ ઘડીભર તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો, આખરે ગૌ સેવકો ગાયોને તાલુકા કચેરીમાં છુટ્ટી મુકવાનો કાર્યક્રમ કરવામાં સફળ રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ


