વડનગરના કેસીમ્પા ગામની સીમમાંથી 3 જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા !

શેર કરવા અહીં ક્લિક કરો.

વડનગરના કેસીમ્પા ગામેથી 3 જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા છે. વડનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, ગામની રૂપેણ નદીના કીનારે આવેલ બાવળોની આડમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસે રેઈડ કરી ત્રણ આરોપીઓને 11,700/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો – કડી શાકમાર્કેટમાં જુગાર રમતી ટુકડી પોલીસની ટુકડી ઉપર ભારે પડી એક આરોપી ઝડપાયો !

વડનગર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો શ્રાવણ માસ દરમ્યાન જુગારીઓને ઝડપી પાડવા કાર્યરત હતા તે દરમ્યાન બાતમી આધારેથી કેસીમ્પા ગામની સીમમાથી લવાર જસેંગ ચુનીલાલ, ઠાકોર બબુજી કાનાજી, ઠાકોર ચંદુજી પુજાજી, તમામ રહે – કસીમ્પા,તા.વડનગર, જી.મહેસાણાવાળાની ધરપકડ કરી હતી. જેમાં તેમની પાસેથી રોકડ 10,700/- તથા મોબાઈલ નંગ -1 કિંમત રૂપીયા 1000 મળી કુલ 11,700/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપી વિરૂદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.