ગરવી તાકાત મહેસાણા : બહુચરાજી આર્ટસ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતાં 22 વર્ષીય કિંજલબા સોલંકી દેલપુરા (ખાંટ) ગ્રામ પંચાયતનાં સરપંચ પદે 251 મતથી ચૂંટાઈ આવ્યાં બહુચરાજી તાલુકાના સાૈથી નાની વયે ચૂંટાયેલાં સરપંચ તેમના સસરા લક્ષ્મણસિંહ સોલંકી બહુચરાજી તાલુકા ભાજપના મહામંત્રી તેમણે જ દીકરી સમાન પુત્રવધૂ સાસરીમાં રહીને આ ગળ ભણે તે માટે અભ્યાસ ચાલુ રખાવ્યો અને હવે રાજકારણમાં આવીને સમાજ સેવા કરે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. સરપંચપદે ચૂંટાયેલાં કિંજલબા સોલંકીએ જણાવ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એક દિવસ સરપંચ બનીશ મારે તો આ ગળ ભણવું છે,

એટલે તો સાસરે આવીને પણ કોલેજમાં અભ્યાસ ચાલુ રાખ્યો મારા સસરા અને પતિએ કહ્યું કે, ભણવાની સાથે સમાજસેવા પણ થઈ શકે અમે સહયોગ આપીશું. ગ્રામજનોએ પણ ટેકો આપ્યો અને હવે મારું પ્રથમ લક્ષ્ય અમારા ગામની હાઇસ્કૂલનું પાકું મકાન બને તે ગામમાં ધોરણ 9 અને 10ની હાઈસ્કૂલ છેલ્લા બે વર્ષથી ચાલે છે અને તેનું 100 ટકા પરિણામ પણ છે. મકાન માટે જગ્યા ફાળવાઇ છે. જ્યાં હાઈસ્કૂલનું પોતાનું મકાન બને અને ધોરણ 11 અને 12ની મંજૂરી મળે તે છે.

હું ગામની દરેક દીકરી મારી જેમ હાઈસ્કૂલમાં ભણીને આગળ વધે તે જોવા ઇચ્છું કિંજલબાનું પિયર મહેસાણાનું વીરતા ગામ અને તેઓ ધોરણ 12માં 76 ટકા સાથે પાસ થયાં કોલેજમાં પ્રથમ વર્ષમાં પણ પ્રથમ વર્ગમાં પાસ કરી. ઉલ્લેખનિય કે, બહુચરાજી તાલુકાની દેલપુરા (ખાંટ) ગ્રામ પંચાયતમાં સરપંચપદની ચૂંટણીમાં કિંજલબા સોલંકીને 545 મત, જ્યારે હરીફ અમરતબેન અમરસંગ ઠાકોરને 251 મત મળ્યા કિંજલબાને 294 મતે વિજેતા જાહેર કરાયા બાદ તે ઓ પરિવાર અને ટેકેદારો સાથે સાૈપ્રથમ કુળદેવી બહુચર માતાજીના દર્શન કરવા પહોંચ્યા.


