પાલનપુરના ચડોતર ગામ નજીક દારૂ સાથે 2 ઈસમો ઝડપાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત પાલનપુર : પાલનપુરના ચડોતર ગામ નજીક પોલીસે દારૂ ભરેલી પીકઅપ ઝડપી પાડી. પોલીસે બાતમીના આધારે ચડોતરપુલ નજીક નાકાબંધી કરી વાહન ચેકિંગ દરમિયાન એક દારૂ ભરેલું પીકઅપ ડાલુ ઝડપી પાડયું હતું. ડ્રાઇવર સહિત બે ઈસમોની અટકાયત કરી 4 લાખથી વધુનો દારૂ મળી કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી. પાલનપુર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચડોતર પુલ નજીક શંકાસ્પદ પીકઅપ ડાલુ GJ 08 AU 7901ની તપાસ હાથ ધરી.

જેમાં મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે પીકઅપ ડાલા ચાલક સંજય ગીરી ગોસ્વામી રાજસ્થાન જાલોર વાળા તેમજ મંગળાભાઈ રબારી જાલોર રાજસ્થાન વાળાના કબ્જામાંથી પીકઅપ ડાલા અંદર 2100 જેટલી દારૂની બોટલો જેની કિંમત 4 લાખ 7 હજાર 160 તેમજ કુલ મુદ્દામાલ મળી 11 લાખ 20 હજાર 540 સાથે બંને ઈસમોની અટકાયત કરી હતી. દારૂ ખરીદ કરનારે તેમજ દારૂ લેનાર સામે પ્રોહી એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.