મહેસાણા જીલ્લાના બલોલની સીમમાં વિચરતી જાતીના બે વ્યક્તિઓ પોતાના ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે અજાણ્યા 4 શખ્સોએ આવી તેમની પાસેથી 70 હજારના માલની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે. સ્વીફ્ટ કારમાં(નંબર GJ-18-BE-1304) આવેલ 4 શખ્સોએ ઢોર ચરાવતા બે વ્યક્તિને બાંધી તેમની સાથે મારપીટ કરી ઘેટા-બકરા તથા કાનમાં પહેરેલ કડીઓ કાઢી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો – મહિલાની કારના દરવાજાનો કાચ તોડી 2.35 લાખની ચોરી કરી ફરાર : મહેસાણા
મહેસાણા જીલ્લાના બલોલ ગામની સીમમાં છેલ્લા 1 મહિનાથી વિચરતી જાતીના નારણભાઈ માલાભાઈ રબારી રહે છે જે પશુપાલન કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. ગત સોમવારના રોજ તેઓ તેમના ભત્રીજા સાથે બલોલની સીમમાં પોતાના ઘેટા તથા બકરા લઈ નદાસા તરફ ચરાવવા ગયા હતા ત્યારે તેમની પાસે અજાણ્યા ચાર શખ્સો આવી દાદાગીરી કરવા લાગ્યા હતા. પશુ ચરાવનારને આ શખ્સો ખેતરના માલીક જેવા લાગ્યા હોવાથી તેમની સાથે શાંતીથી વાત કરી રહ્યા હતા ત્યારે 4 શખ્સો પૈકી એક શખ્સે છરી બતાવી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. બાદમા અજાણ્યા શખ્સોએ બન્ને જણ સાથે મારપીટ કરી તેમને ઝાડ સાથે બાંધી કાનમાં પહેરેલ કડીઓ(કિ.રૂ.5,00,000) જુંટવી 2 ઘેટા તથા 2 બકરીઓ(કી.રૂ.20,000) અને મોબાઈલ નંગ – 1(કી.રૂ.500) જુંટવી તેમની સ્વીફ્ટ કારમાં(નંબર GJ-18-BE-1304) બેસી ફરાર થઈ ગયા હતા. કાનમાથી કડીઓ જબરદસ્તીથી નીકાળી હોવાથી નારણભાઈ રબારીના કાનમાંથી લોબી નીકળતુ હોવાથી તેમને મહેસાણા સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે લવાયા હતા. આમ બંધક બનાવી ચોરી કર્યાના આરોપી વિરૂધ્ધ સાંથલ પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ 394,397,323,506(2)114 મુજબ ગુનો દાખલ કરી તેમની શોધખોળ શરૂ કરાઈ હતી.