મહેસાણામાં 2 અને બેચરાજીમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

June 20, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં કોરોનાની ચોથી લહેરની શરૃઆત થઈ હોય તેમ ધીમે પગલે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. રવિવારે જિલ્લામાં વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં મહેસાણા પંથકમાં ૨ અને બેચરાજી પંથકમાં ૧ કેસ નોંધાયો હતો. રવિવારે વધુ ૪ દર્દી ડીસ્ચાર્જ થતાં હવે જિલ્લામાં ૧૫ કેસ એક્ટીવ રહ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા ૯૮૫ સેમ્પલનો રવિવારે રીપોર્ટ આવ્યો હતો. જેમાં ૯૮૩ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ અને ૨ સેમ્પલનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ખાનગી લેબોરેટરીમાં એક સેમ્પલનો રીપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં વધુ ૩ વ્યક્તિ કોરોનામાં સપડાયા હતા. ૩ વ્યક્તિઓ પૈકી મહેસાણા શહેરમાં ૧, ગ્રામ્યમાં ૧ અને બેચરાજી તાલુકામાં ૧ પોઝિટિવ કેસ નોંધાયો હતો. જિલ્લામાં રવિવારે વધુ ૪ કોરોના દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા હતા. તેથી હાલમાં ૧૫ કેસ એક્ટીવ રહ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0