માત્ર 1500માં ધોરણ 10-12, ITI અને ડિપ્લોમાની નકલી માર્કશીટના રેકેટનો પર્દાફાશ કરતી મહેસાણા એલસીબી 

July 15, 2023

બેચરાજીના કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખી બે શખ્સો નકલી માર્કશીટો બનાવવાનું નેટવર્ક ચલાવતાં હતા 

મહેસાણા એલીસીબીની ટીમે શંખલપુરના બે શખ્સોને 86,400ના મુદ્દામાલ સાથે દબોચી લીધા 

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના દરોડા દરમિયાન અનેક નકલી માર્કશીટો મળી દુકાનમાંથી મળી આવી

Sohan Thakor – મહેસાણા તા. 15- મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલા કોમ્પ્લેક્સની દુકાનમાં નકલી માર્કશીટો બની આપવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. જેમાં કોઇપણ વિદ્યાર્થીઓ માટે ધો. 10- ધો.12, ડિપ્લોમાં, આઇટીઆઇ તમામ પ્રકારની માર્કશીટો બનાવવાનું મસમોટું નેટવર્ક બહુચરાજીમાં શંખલપુરના બે શખ્સો દ્વારા ચલાવવામાં આવતું હતું. જેમાં વિદ્યાર્થીઓ માટે બનાવાતાં નકલી માર્કશીટ જોઇએ તેટલી ટકાવારી પણ ચિતરી દેવામાં આવતી હતી. 90 ટકા 95 ટકા જેટલા ટકા જોઇએ એટલા ટકા સાથેની માર્કશીટ માત્ર 1500 રુપિયામાં બનાવી આપવાનું આ નેટવર્કનો મહેસાણા એલસીબી પીએસઆઇ એચ.એલ.જોષી તથા તેમની ટીમે આખરે પર્દાફાશ કરી આ માર્કશીટ કાંડ ચલાવતાં બે શખ્સોને જેલના સળીયા પાછળ ધકેલી દેવાની સરાહનીય કામગીરી એલસીબીની ટીમે કરી છે.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતા ગુનાહિત પ્રવૃતિઓને ડામી દેવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ ડાહ્યાભાઇ, હે.કો.રમેશભાઇ તથા નિલેશભાઇ સહિતનો સ્ટાફ બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઇ ડાહ્યાભાઇ તથા હે.કો. નિલેશભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે બહુચરાજી બસ સ્ટેન્ડ આદિત્ય કોમ્પલેક્ષમાં અંબિકા ઝેરોક્ષ નામની દુકાનમાં શંખલપુરના બે શખ્સો દ્વારા ધો. 10-12, ડિપ્લોમાં, આઇટીઆઇ સહિતની નકલી માર્કશીટ બનાવવાનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે.

જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ બહુચરાજી બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનમાં ત્રાટકી હતી. જ્યાં દુકાનમાં બે શખ્સો દ્વારા નકલી માર્કશીટ બનાવવાનું રેકેટ ચલાવાતું હતું. એડોબ ફોટોશોપમાં કોમ્પ્યુટર ઉપર માર્કશીટમાં વિદ્યાર્થીના નામની જગ્યાએ બીજુ નામ એડીટીંગ કરી ડુપ્લીકેટ માર્કશીટ માત્ર 1500 રુપિયામાં બનાવી આપવામાં આવતી હતી. જેમાં આજદીન સુધી આ બે શખ્સો દ્વારા 50 જેટલી નકલી માર્કશીટ બનાવી હોવાની કબુલાત કરી હતી. એલસીબીએ દુકાનમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર સહિત 84,400નો મુદ્દામાલ કબજે કરી બે કુલદીપ હોરગોવનભાઇ સોલંકી તથા વિજયસિંહ લક્ષ્મણજી ઝાલા નામના શખ્સોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે રેડ દરમિયાન દુકાનમાંથી કેટલીક નકલી માર્કશીટો પણ મળી આવી હતી. બહુચરાજીમાં પોલીસમાં કુલદીપ સામે નકલી માર્કશીટ બનાવવાના કેસમાં કલમ 465,468,471,114 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

નકલી માર્કશીટ બનાવવાનું રેકેટ ચલાવનાર શખ્સોના નામ 

(1) કુલદીપકુમાર હરગોવનભાઇ સોલંકી (પરમાર) રહે. મૂળ વતન ચવેલી તા. ચાણસ્મા હાલ રહે. શંખલપુર રામાપીરના મંદિર પાસે, તા. બહુચરાજી

(2) વિજયસિંહ લક્ષ્મણજી ઝાલા રહે. મૂળ વતન ચડાસણા તા. બહુચરાજી હાલ રહે. 53 બી, મધુવન બંગ્લોઝ શંખલપુર રોડ, બહુચરાજી

અંબિકા ઝેરોક્ષ નામની દુકાનમાંથી મળી આવેલી નકલી માર્કશીટો

(1) લાવાણી ધ્રુવલ અબીબભાઇ નામની ધો. 10ની માર્કશીટ

(2) સોલંકી કનુભા નટવરસંગ નામની ધો. 10ની માર્કશીટ

(3)  સોલંકી જીગરકુમાર રાજેશભાઇ નામની ધો. 10ની માર્કશીટ

(4)  ઠાકોર અલ્પેશજી ભરતજીના નામની દો. 10ની માર્કશીટ

(5)  સિપાઇ આશીફહુસેન અખ્તરહુસેન નામની ધો. 12ની માર્કશીટ

(6)  મારુ અતુલ મનસુખભાઇ નામની ડીપ્લોમાં એન્જિનીયરીંગ 1થી 6 સેમ.ની 6 માર્કશીટ

(7) રબારી આનંદભાઇ ચંદુભાઇ નામના રાજપુર આઇટીઆઇની માર્કશીટ

(8) મારુ મારુ અતુલકુમાર મનસુખભાઇ નામની ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ની માર્કશીટ

2 માસમાં 50 નકલી સર્ટીફિકેટ બનાવી આપ્યાં
સમગ્ર મામલે પોલીસ-તપાસ દરમિયાન સામે આવ્યું કે કુલદીપે બે માસમાં 50 વિદ્યાર્થીને ધોરણ 10થી માંડી ITI સુધીની નકલી માર્કશીટ બનાવી આપી છે. આ કામના બદલે તે 1500 રૂપિયા ચાર્જ પણ લેતો હતો. જોકે રેડ દરમિયાન મહેસાણા LCB ટીમે કુલદીપ પરમાર અને વિજય સિંહ લક્ષમણ સિંહને ઝડપી પાડ્યા હતા.

કેટલાક વિદ્યાર્થીઓ નોકરીમાં પણ લાગી ગયા
તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં પૂરતો અભ્યાસ ના કર્યો હોય અને પ્રામાણિકતા ન ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓને કુલદીપે નકલી માર્કશીટ અને સર્ટિફિકટ બનાવી આપ્યા હતા. એમાં કેટલાક વિદ્યાર્થીઓ આજ માર્કશીટના આધારે બેચરાજી ખાતે આવેલી નામાંકિત કંપનીમાં નોકરીએ પણ લાગી ગયા હોવાનું સામે આવ્યું છે.  આ માર્કશીટ પર અલગ-અલગ કંપનીમાં નોકરીએ પણ નોકરીએ લાગ્યાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0