ગુજરાત રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન

July 5, 2024

ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરને ફરજિયાત નિવૃત કરી દેવાયા છે. જ્યારે 100થી વધુ હથિયારધારી પીઆઇ અને પીએસઆઇની બદલી થશે

 ગરવી તાકાત, ગાંધીનગર તા. 05- ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસ તંત્રમાં ટૂંક સમયમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેમાં 150 પીએસઆઇને પીઆઇના પ્રમોશન મળશે. જી હા… 55 આર્મડ પીએસઆઇને પીઆઇના પ્રમોશન મળ્યા છે. ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરને ફરજિયાત નિવૃત કરી દેવાયા છે. જ્યારે 100થી વધુ હથિયારધારી પીઆઇ અને પીએસઆઇની બદલી થશે.

રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે ત્રણ PIને  કરાયા ઘરભેગા

ડીજીપી વિકાસ સહાયે એક સાથે ત્રણ પીઆઇને ફરજિયાત નિવૃત્તિનો આદેશ કર્યો છે. હથિયારી પીઆઇ એફએમ કુરેશી, ડી ડી ચાવડા અને આર આર બંસલને ફરજિયાત નિવૃત કરાયા છે. ત્રણેય અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા. આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિ પણ સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0