— બંને યાર્ડ ભાજપ કોના હાથમાં સોંપે છે તેને લઇ ઘેરાતું રહસ્ય, મહેસાણામાં 19 અને ખેરાલુ યાર્ડમાં 18 સદસ્યો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરશે
ગરવી તાકાત
મહેસાણા : મહેસાણા અને ખેરાલુ માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી બાદ હવે પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર કરાઇ છે. જેમાં 14 માર્ચે મહેસાણા માર્કેટયાર્ડ અને 15 માર્ચે ખેરાલુ માર્કેટયાર્ડમાં ચૂંટણી બેઠક યોજાશે. આ બંને માર્કેટયાર્ડ ભાજપના હાથમાં હોઇ પ્રદેશ કક્ષાએથી કોના હાથમાં સુકાન સોંપાય છે તેને લઇ સહકારી આગેવાનોમાં ભારે ચર્ચા છે. હાલ તો પાર્ટીલાઇનમાં ભલામણ અને લોબિંગ કરાઇ રહ્યું છે.
મહેસાણા માર્કેટયાર્ડમાં 14મીએ બપોરે 12 વાગે સ્પે. ઓડિટ મિલ્ક એમ.એસ. લોખંડેની અધ્યક્ષતમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બેઠક યોજાશે.
જેમાં ચૂંટાયેલા 16 ડિરેક્ટર તેમજ ત્રણ નોમિનીઝ મળી કુલ 19 ડિરેક્ટર ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરશે. એજ રીતે ખેરાલુ માર્કેટયાર્ડમાં 15મીએ બપોરે 12 વાગે જિલ્લા રજીસ્ટ્રાર નિમેષ પટેલના અધ્યક્ષ સ્થાને ચૂંટણી બેઠક યોજાશે. જેમાં ચૂંટાયેલા 15 અને ત્રણ નિયુક્ત ડિરેક્ટરો મળી કુલ 18 સદસ્યો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરશે.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા


