અફઘાનીસ્તાનમાં ફસાયેલા 146 ભારતીયોને વાયા દોહાથી ભારત પરત લવાયા !

August 23, 2021
People being brought to India from Afghanistan

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જાેતા ભારત સરકાર કાબુલથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની સતત કોશિશ કરી રહી છે. ત્રણ ફ્લાઈટ્‌સ દ્વારા બે અફઘાન સાંસદો સહિત 392 લોકોને રવિવારે દેશમાં પાછા લવાયા. જ્યારે 146 ભારતીય નાગરિકોને અફઘાનિસ્તાનથી દોહા લઈ જવાયા અને ત્યારથી ભારત લવાયા. ગત અઠવાડિયાના એક અંદાજા મુજબ અફઘાનિસ્તાનમાં લગભગ 400 ભારતીયો હજુ પણ ફસાયેલા હોઈ શકે છે. ભારત સરકાર સતત તેમને ત્યાંથી કાઢવા માટે પ્રયત્નશીલ છે. આ માટે અમેરિકા અને અન્ય મિત્ર દેશો સાથે કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો –  અમેરીકન સેના 31 ઓગસ્ટ બાદ અફઘાનીસ્તાન છોડી દેશે -જો બાઈડને આપ્યા સંકેત !

અફઘાનિસ્તાનથી લોકોને લઈને આવતી ઈન્ડિંગોની ફ્લાઈટ 6E-1702 પણ દોહાથી દિલ્હી એરપોર્ટ પહોંચી ગઈ છે. ફ્લાઈટમાં સવાર અન્ય યાત્રીઓ સાથે 11 એવા પણ છે જે અફઘાનિસ્તાનમાં ફસાયેલા હતા. આ ફ્લાઈટ દોહાથી આવી છે. કુલ 146 મુસાફરો દિલ્હી પહોંચ્યા.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન : અશરફ ગનીએ રણછોડતા ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે ખુદને રાષ્ટ્રપતિ જાહેર કર્યા !

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિ જાેતા આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે આતંકવાદીઓ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે અને નિર્દોષ અફઘાનો કે અમેરિકી સૈનિકોને નિશાન બનાવી શકે છે. અમે આઈએસઆઈએસ સહિત કોઈ પણ સોર્સથી થનારા જાેખમ પર નિગરાણી કરી રહ્યા છીએ. આ સાથે તેમને રોકવા માટે સતત સતર્કતા વર્તી રહ્યા છીએ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0