ગુજરાતમાં માત્ર દોઢ વર્ષમાં વાહનચાલકો પાસેથી 138 કરોડનો દંડ વસૂલાયો

March 31, 2023

દોઢ વર્ષમાં સરકારે ટ્રાફિકના દંડ પેટે 2021-22માં 138.15 રૂપિયા વસૂલ્યા

પાંચ વર્ષમાં ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ વાહન ચાલકો પાસેથી દંડ પેટે 630.13 કરોડ વસૂલાયો હતો 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 31 – ટ્રાફિકના નિયમોની બધાને જાણ હોવી ખુબ જરૂરી છે. ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં વાહન ચાલકો પાસેથી 138 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને ભૂપેન્દ્ર પટેલ સરકાર હાલ રાજ્યમાં સત્તા પર છે.  ભૂપેન્દ્ર પટેલ છેલ્લા દોઢ વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે. દોઢ વર્ષમાં સરકારે ટ્રાફિકના દંડ પેટે 2021-22માં 138.15 રૂપિયા વસૂલ્યા છે.

મળતી માહિતી મુજબ વર્ષ 2017-18થી લઈને 2021-22 સુધીના પાંચ વર્ષની જો વાત કરીએ તો આ પાંચ વર્ષમાં ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ વાહન ચાલકો પાસેથી દંડ પેટે 630.13 કરોડ વસૂલાયા હતા. અત્રે જણાવવાનું કે ટ્રાફિક તંત્રને આ દંડ જે ઉઘરાવવામાં આવે છે તે માટે ટાર્ગેટ આપવામાં આવતા હોય છે. ઉપરોક્ત પાંચ વર્ષ દરમિયાન 661.99 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જેને જોતા સામે 630.13 કરોડ વસૂલાયા.

કેગનો જે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે તેમાં જણાવાયું છે કે વર્ષ 2012-12થી 2021-22 એમ કુલ 10 વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 964.43 કરોડનો ખરેખર દંડ વસૂલાયો અને પર્સનલ લેજર એકાઉન્ટ- પીએમએમાં તેની તબદિલી વચ્ચે 19 ટકાનો મોટો તફાવત જોવા મળ્યો. આ 10 વર્ષમાં પીએલએમાં ખરેખર તબદીલી જોઈએ તો 791.39 કરોડ જ થઈ હતી. એટલે કે 183.04 કરોડની ઓછી રકમ પીએલએમાં ટ્રાન્સફર થઈ હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0