પ્રણયના ફાગ ખેલ્યા હતા જેમાં પ્રેમીએ સગીરાના અંગત પળોના ટોપલેસ ફોટા પાડ્યા હતા
આ કિસ્સો શાળાએ જતાં સગીરાઓના માતા-પિતા માટે લાલબત્તી સમાન
ગાંધીનગરની યુવતિને સગીરા અવસ્થામાં કરેલો પ્રેમ ભારે પડ્યોં, સમાજમાં બદનામ કરી દીધી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 01- ગાંધીનગરની યુવતીને સગીરવયનું અફેર પુખ્તવયે નડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીને ધોરણ-12ના અભ્યાસ દરમિયાન સહવિદ્યાર્થી સાથે પ્રેમસંબંધો બંધાયા હતા. સગીરવયના પ્રેમમાં અંધ બનીને તેણીએ અંગત પળો માણી હતી અને પ્રેમીએ પણ લગ્નનો વાયદો આપ્યો હતો. જોકે, બાદમાં પ્રેમીના અન્ય યુવતીઓ સાથે સંબંધો હોવાથી આ યુવતીએ એક વર્ષ પહેલાં જ સંબંધો કાપી નાખ્યા હતા. ત્યારબાદ યુવતીની સગાઇ થતાં પૂર્વ પ્રેમી તેના મંગેતરના ઘરે પહોંચી ગયો હતો અને પોતાની સાથે અફેરની વાત કરી પહેલાં સગાઇ તોડાવી નાખી. આટલેથી ન અટકતાં યુવતીના ન્યૂડ ફોટા માતા-પિતા સહિતના સગાંસંબંધીઓને મોકલી આપી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દઈ જીવન જીવવું દોહલું કરી નાખતાં સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.

આ વાત છે 6 વર્ષ પહેલાં સ્કૂલમાં શરૂ થયેલા પ્રેમસંબંધની. સગીરવયની ઉમરમાં ગળાડૂબ પ્રેમમાં ડૂબેલી યુવતીને પોતાના પ્રેમી પર એટલો વિશ્વાસ હતો કે પોતાનું સર્વસ્વ પ્રેમીને સોંપી દીધું. બંને અનેકવાર સાથે મળતાં, ફરતાં અને લગ્ની વાતો કરતાં. પ્રેમીએ પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવી યુવતીના અંગતપળોના ફોટો-વીડિયો ઉતારી લીધા હતા. જોકે, યુવતીને પ્રેમીના અન્ય યુવતીઓ સાથેના સંબંધોની જાણ થતાં પ્રેમસંબંધનો અંત લાવી દીધો હતો અને પોતાના પરિવારે પસંદ કરેલા યુવક સાથે સગાઇ કરી ખુશ હતી. આ વાત પ્રેમીને સહન ન થતાં તેણે યુવતીની જિંદગી બરબાદ કરવાની શરૂઆત કરી હતી.
આ દરમિયાન બંનેએ પ્રણયના ફાગ પણ ખેલ્યા હતા. જેમાં પ્રેમીએ અંગત પળોના ટોપલેસ ફોટા પણ પાડ્યા હતા. સગીરવયે યુવતીએ પ્રેમમાં અંધ બનીને પોતાનું સર્વસ્વ પ્રેમીને સોંપી દીધું હતું. કારકિર્દી બનાવવાની ઉંમરે પ્રેમનો નશો એવો ચડ્યો હતો કે યુવતી ભવિષ્યમાં લગ્નનાં સપનાં જોવા માંડી હતી. જોકે, સમય જતાં ધીમે ધીમે બને પુખ્તવયનાં થઈ ચૂક્યાં હતાં. ત્યારે વર્ષ-2022માં પ્રેમીને અન્ય યુવતીઓ સાથે પણ શારીરિક સંબંધો હોવાનો ભાંડો ફૂટી ગયો હતો. આ જાણીને યુવતીના પગ નીચેથી જામીન સરકી ગઈ હતી.
પ્રેમસંબંધના કરુણ અંતની આ કંઇ પહેલી ઘટના નથી. આવા કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આ કિસ્સો આજના ટેક્નોલોજીના આધુનિક યુગમાં શાળાએ જતાં બાળકોનાં માતા-પિતા માટે એક લાલબત્તી સમાન છે. પોતાનાં બાળકો કોની સાથે કેવી સંગત રાખે છે અને કુમળીવયના સંબંધો સમય જતાં કેવો વળાંક લે છે. બાદમાં કેવી નાજુક પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેવી આ ઘટના ચોંકાવનારી છે. આ ઘટનામાં કુમળીવયે પ્રેમી જોડે ખેલેલા પ્રણયના ફાગ યુવતીને પુખ્તવયે એવા નડી રહ્યા છે કે, આખા પરિવાર સુધી અંગત પળોનાં ટોપલેસ ન્યૂડ ફોટા વાઇરલ થઈ ચૂક્યા છે.


